<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા નીતિ પર સૌથી મોટી તવાઈઃ નિયમો કડક કરીને સીધી હાથકડી પહેરાવવાની રાક્ષસી ચેતવણી આપતા અમેરિકાથી લાખો ભારતીય પ્રોફેશનલ્સ અને IT કર્મચારીઓની છાતીના પાટિયા બેસી ગયા

વિદેશી ધરતી પર સપનાં સજાવતા ભારતીય યુવાનોના ભવિષ્ય પર ફરી વળ્યો કાળો નાગઃ ટ્રમ્પ પ્રશાસનના આ કાળમુખા અને ઘાતક નિર્ણયોથી સમગ્ર દેશમાં મચી ગયો ભયાનક હાહાકાર: સમુદ્ર પાર બેઠેલી સિસ્ટમનો સટાકથી બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી:અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી ભારત અને દુનિયાભરના ટેકનોલોજી જગતને હચમચાવી નાખતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક, લોહીયાળ તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લોકપ્રિય H-1B વિઝાના નિયમોમાં એટલી બધી રાક્ષસી કડકાઈ દાખવવામાં આવી છે કે હવે સામાન્ય નિયમભંગ પર પણ સીધી કાયદેસરની કાર્યવાહી અને હાથકડી પહેરાવવાની કાળમુખી ચેતવણીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે અમેરિકામાં નોકરી કરતા અને જવાના સપનાં જોતા લાખો ભારતીયોમાં ભયાનક ફફડાટ વ્યાપી ગયો છે.

H-1B વિઝા પ્રોગ્રામમાં થતા કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. અમેરિકી IT કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતા કુલ H-1B વિઝા ધારકોમાંથી 70 ટકાથી વધુ હિસ્સેદારી માત્ર ભારતીય પ્રોફેશનલ્સની છે. જો આ પ્રોગ્રામ બંધ કે અત્યંત મર્યાદિત થાય, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, યુએસમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કરિયરને ભારે ફટકો પડશે. અમેરિકામાં અગાઉથી કાર્યરત ભારતીયો માટે વિઝા રિન્યુઅલ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં નવા મોટા અવરોધો ઊભા થશે.

વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા આચરવા બદલ તપાસ એજન્સીઓએ મોટી કંપનીઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. ફોજદારી તપાસના કારણે ટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે જોડાયેલી નવી H-1B/PERM અરજીઓ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુએસ શ્રમ વિભાગ અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ પાઠવ્યા છે અને અનેક શંકાસ્પદ સ્થળો પર સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યા છે.

(4:44 PM IST)