તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ચોમાસામાં લોખંડના વાસણોને કાટથી બચાવવા ગૃહિણીઓ માટે ઉપયોગી ટિપ્સ: સરળ કિચન હેક્સ અપનાવી વાસણોને વર્ષો સુધી નવા જેવા રાખો
વાતાવરણમાં ભેજના કારણે લોખંડની તવી અને કડાઈમાં કાટ લાગવાની સમસ્યા: તેલનું કોટિંગ, હીટ ડ્રાયિંગ અને ચોખા-ન્યૂઝપેપરનો ઉપયોગ વાસણોને કટાતા અટકાવશે

નવી દિલ્હી: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાથી રસોડામાં વપરાતા લોખંડના વાસણો જેવાં કે તવી, કડાઈ અને તવા પર ઝડપથી કાટ લાગવાની સમસ્યા સામે આવતી હોય છે; ગૃહિણીઓની આ માથાકુટનો ઉકેલ લાવવા માટે નિષ્ણાતો દ્વારા કેટલાક સરળ અને અત્યંત અસરકારક કિચન હેક્સ સૂચવવામાં આવ્યા છે, જે મુજબ વાસણ ધોયા બાદ તેને કપડાથી કોરું કરી સરસવ કે નાળિયેર તેલનું હળવું લેયર લગાવવાથી ભેજ સામે રક્ષણ મળે છે, આ ઉપરાંત વાસણ ધોઈને ૧-૨ મિનિટ ધીમા ગેસ પર ગરમ કરવાથી અંદરનો તમામ ભેજ વરાળ બનીને ઊડી જાય છે, વાસણોને કબાટમાં મૂકતી વખતે ન્યૂઝપેપરમાં વીંટીને રાખવાથી કે નજીકમાં કાચા ચોખાની વાટકી મૂકવાથી આસપાસનો ભેજ શોષાઈ જાય છે, જો વાસણ પર હળવો કાટ લાગી ગયો હોય તો બેકિંગ સોડા અને લીંબુ ઘસીને તેને ત્વરિત સાફ કરી શકાય છે, આ નાની કાળજીઓ અપનાવવાથી લોખંડના વાસણો કાટમુક્ત અને ટકાઉ રહે છે.
જ્યારે લોખંડના વાસણો હવામાં રહેલા ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર આયર્ન ઓક્સાઈડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં કાટ કહીએ છીએ. ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ સમસ્યા વધી જાય છે. જો ધોયા પછી વાસણોને સરખી રીતે સુકવવામાં ન આવે, તો કાટ ઝડપથી લાગે છે.
1.વાસણોને સંપૂર્ણપણે સુકવો
લોખંડના તવા કે કડાઈને ધોયા પછી ફક્ત એમ જ સુકાવા માટે ન મૂકી દો. ધોયા બાદ પહેલા તેને સાફ કપડાથી બરાબર લૂછી લો. ત્યારબાદ 1-2 મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ગરમ કરી લો, જેથી તેના પર રહેલો બાકીનો ભેજ પણ સંપૂર્ણપણે ઊડી જાય.
2.તેલ લગાવો
ચોમાસામાં લોખંડના વાસણ સંપૂર્ણ સુકાઈ જાય પછી તેના પર રાયડાનું તેલ, રિફાઈન્ડ અથવા કોઈ પણ કુકિંગ ઓઈલ લગાવી દો. આ તેલ લોખંડ અને હવાના ભેજ વચ્ચે એક સુરક્ષા કવચ બનાવી દે છે, જેનાથી કાટ લાગવાનો ભય રહેતો નથી.
3.ભેજવાળી જગ્યાએ કે ભીના સિંકમાં ન રાખો
લોખંડના વાસણોને લાંબા સમય સુધી ભીના સિંકમાં અથવા ભેજવાળી જગ્યાએ ન મૂકી રાખવા. ધોયા પછી તેને હંમેશા સૂકી અને હવાઉજાસવાળી જગ્યાએ જ સ્ટોર કરવા જોઈએ.
4.જો તમે નિયમિત રીતે લોખંડનો તવો કે કડાઈ વાપરતા હોવ, તો સમયાંતરે તેની સીઝનિંગ કરો. આ માટે વાસણ પર તેલ લગાવીને થોડી મિનિટો સુધી ગરમ કરો. આમ કરવાથી વાસણની સપાટી પર નેચરલ પ્રોટેક્ટિવ લેયર બને છે, જે કાટથી બચાવવાની સાથે વાસણને 'નોન-સ્ટિક' જેવી ફિનિશિંગ પણ આપે છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
