<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

બ્રહ્માંડના ‘રહસ્ય’ પરથી ઉઠ્યો પડદો: પેન્ટાગને UFO વિશેની ૧૬૦થી વધુ સિક્રેટ ફાઈલો જાહેર કરી

૮૦ વર્ષના સવાલોનો જવાબ?: આકાશમાં દેખાતી રહસ્યમયી ચીજો શું ખરેખર એલિયન છે?:પેન્ટાગનનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: ૧૬૦૦ પાનાના રિપોર્ટમાં શું છુપાયેલું છે? દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં મચી ગઈ ભારે ઉત્તેજના

નવી દિલ્હી: શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ? આ સવાલનો જવાબ શોધવા માટે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ અને પેન્ટાગને છેવટે પોતાના પટારા ખોલી દીધા છે. છેલ્લા ૮૦ વર્ષથી જે ફાઈલોને 'ટોપ સિક્રેટ' રાખવામાં આવી હતી, તેવી ૧૬૦થી વધુ ફાઈલો જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં આકાશમાં દેખાયેલા અજીબોગરીબ પદાર્થો અને વાહનોના કિસ્સાઓ નોંધાયેલા છે.

ટ્રમ્પના આદેશ પહેલાંથી જ પેન્ટાગન UFOs અથવા અજ્ઞાત અસામાન્ય ઘટનાઓ એટલે કે અનએક્સપ્લેન્ડ એનોમલસ ફીનોમીના (UAP) સંબંધિત સરકારી દસ્તાવેજોને જાહેર કરવા અને ગોપનીયતા દૂર કરવા માટે વર્ષોથી કાર્ય કરી રહ્યું હતું. 2023 સુધી All-domain Anomaly Resolution Office (AARO)નું નેતૃત્વ કરનાર ભૌતિકશાસ્ત્રી અને સિક્રેટ અધિકારી શોન કિર્કપેટ્રિકે આ રેકોર્ડ્સ જોયા છે. તેમનું માનવું છે કે તેમાં એલિયન્સ અથવા એલિયન ટેક્નોલોજી વિશે કોઈ મોટા ખુલાસા નથી.

AAROના 2024ના પ્રથમ રિપોર્ટમાં સૈંકડો નવા UAP બનાવોની નોંધ કરવામાં આવી હતી, પરંતુ તેમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અમેરિકી સરકારે એલિયન ટેક્નોલોજી જોવાની પુષ્ટિ કરી હોય. તાજેતરમાં જે પણ જોવામાં આવ્યા છે એને બીજા રિપોર્ટમાં ટૂંક સમયમાં જાહેર કરવાની અપેક્ષા છે. શોન કિર્કપેટ્રિકે ચેતવણી આપી હતી કે લોકો આ જાહેરખબરથી કોઈ ચોંકાવનારા દસ્તાવેજો અથવા ફોટોગ્રાફ્સની અપેક્ષા ન રાખે, કારણ કે આવી વસ્તુઓ અસ્તિત્વમાં જ નથી.

(5:05 PM IST)