તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બ્રહ્માંડમાં આપણે એકલા નથી?: એલિયન્સ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો:‘મેં જે જોયું છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે
ટ્રમ્પના રહસ્યમય નિવેદનથી સમગ્ર વિશ્વમાં ઉત્તેજના: યુએફઓ (UFO) અને પરગ્રહવાસીઓ અંગે અમેરિકાના પૂર્વ પ્રમુખનો ચોંકાવનારો દાવો:શું વ્હાઈટ હાઉસ પાસે એલિયન્સના અસ્તિત્વના પાકા પુરાવા છે? ‘યોગ્ય સમયે સત્ય સામે આવશે’, ટ્રમ્પના શબ્દોએ વૈજ્ઞાનિકો અને સામાન્ય જનતાના શ્વાસ અધ્ધર કર્યા:શું આપણે જલ્દી જ પરગ્રહવાસીઓ સાથે મુલાકાત કરીશું?

નવી દિલ્હી: વર્ષોથી જે સવાલ દુનિયાને સતાવી રહ્યો છે કે ‘શું એલિયન્સ ખરેખર છે?’, તેના પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેલ હોમ્યું છે. એક તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે રહસ્યમય સ્મિત સાથે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન કેટલીક એવી ગુપ્ત ફાઈલો અને ફૂટેજ જોયા છે, જેના વિશે સામાન્ય માણસ કલ્પના પણ કરી શકતો નથી. ટ્રમ્પે કહ્યું, “મેં એવી વસ્તુઓ જોઈ છે કે તમને વિશ્વાસ નહીં થાય. બધું અત્યંત ગોપનીય છે, પણ તે ખૂબ જ રસપ્રદ છે.”
ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેમણે કેટલાક એવા પાઇલટ્સ સાથે વાત કરી હતી જેમણે આકાશમાં એવી અદભૂત વસ્તુઓ જોઈ હોવાનો દાવો કર્યો હતો જેના પર ભરોસો કરવો અશક્ય છે. ફેબ્રુઆરીમાં જ અમેરિકન પ્રમુખે સંબંધિત એજન્સીઓને આદેશ આપ્યો હતો કે યુએફઓ અને અનઆઇડેન્ટિફાઇડ એરિયલ ફિનોમિના સાથે જોડાયેલી તમામ ફાઇલોની સમીક્ષા કરીને તેને સાર્વજનિક કરવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, 17 એપ્રિલની સમીક્ષામાં કેટલાક અત્યંત રસપ્રદ દસ્તાવેજો સામે આવ્યા છે જે વિશ્વની સામે મૂકવામાં આવશે.
નોંધનીય છે કે આર્ટિમિસ IIએ નાસાનું પ્રથમ ક્રૂડ ટેસ્ટ ફ્લાઇટ મિશન હતું, જે 1 એપ્રિલના રોજ ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં 4 અવકાશયાત્રીઓએ એસએલએસ(SLS) રોકેટ દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચંદ્રની પાછળના ભાગ(Far Side) સુધીની મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેઓ પૃથ્વીથી 4,06,771 કિલોમીટર દૂર ગયા હતા, જે એક નવો રેકોર્ડ છે. અવકાશના આ સફળ મિશન બાદ હવે ટ્રમ્પની આ નવી જાહેરાતે સમગ્ર વિશ્વમાં કુતૂહલ જગાવ્યું છે કે આખરે યુએફઓ સાથે જોડાયેલી એવી કઈ બાબતો છે જે અત્યાર સુધી દુનિયાથી છુપાયેલી હતી.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
