<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

આતે કેવો અકસ્‍માતઃ BMW સાથે અથડાયા બાદ બાઇક ટ્રાફિક-સિગ્નલના થાંભલે લટકી

ટોરેન્‍ટો,તા.૧૪: કેનેડાના રસ્‍તાઓ પર હાઈ-સ્‍પીડ ડ્રાઇવિગના પરિણામે એક અકસ્‍માત થયો હતો, પણ નવાઈની વાત એ હતી કે અકસ્‍માત પછી બાઇક એવી રીતે હવામાં ઊછળી કે ટ્રાફિક-સિગ્નલના થાંભલા પર જઈને લટકી ગઈ. વાઇરલ થયેલા વિડિયોમાં દેખાય છે કે કાર સાથે ટકરાઈને બાઇક જમીનથી અનેક ફુટ ઊંચે હવામાં ફંગોળાઈ હતી અને ટ્રાફિક-લાઇટના પોલ સાથે અથડાઈને ત્‍યાં જ લટકી ગઈ હતી. અકસ્‍માત બાદ ગ્‍પ્‍ષ્‍ કારનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ લ્લશ્‍ય જોઈને પ્રથમ લ્લષ્ટિએ કોઈ ફિલ્‍મી સ્‍ટન્‍ટ જેવું લાગે છે. યુઝર્સ પણ સોશ્‍યલ મીડિયા પર આヘર્ય વ્‍યક્‍ત કરી રહ્યા છે કે બાઇક આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચી. વ્‍હીકલ્‍સની હાલત જોઈને બાઇક અને કાર ચલાવનાર બન્નેનો આ અકસ્‍માતમાં બચાવ થયો એ પણ ચમત્‍કાર જ લાગે છે.

(4:03 PM IST)