<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

વોટ્સએપ-ટેલિગ્રામ પર ‘ક્રિપ્ટો’ કૌભાંડ: તમારી એક ભૂલ અને બેંક એકાઉન્ટ સાફ: જાણો ઠગ ટોળકીની નવી મોડસ ઓપરેન્ડી અને બચવાના ઉપાય

ડિજિટલ લૂંટારાઓથી સાવધાન: ઈન્વેસ્ટમેન્ટના નામે લલચાવીને લોકોને કંગાળ કરવાનું મોટું નેટવર્ક સક્રિય:વધારે નફાની લાલચમાં પડતા પહેલા સો વાર વિચારજો:અજાણ્યા ગ્રુપ્સમાં જોડાતા જ ફસાઈ જશો જાળમાં:ક્રિપ્ટોના નામે ચાલી રહ્યો છે ખુલ્લેઆમ ખેલ:સાયબર ક્રાઈમની આ ચેતવણી દરેકના મોબાઈલ સુધી પહોંચાડવી જરૂરી

નવી દિલ્હી: ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ટેલિગ્રામ હવે સાયબર ઠગો માટે હથિયાર બની ગયા છે. તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓ મુજબ, ઠગ ટોળકી લોકોને મેસેજ કરીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ઘરે બેઠા લાખો કમાવવાની લાલચ આપે છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડો નફો પણ આપવામાં આવે છે, અને જેવો વ્યક્તિ મોટું રોકાણ કરે કે તરત જ તેનું ખાતું અને સંપર્ક બંને બ્લોક કરી દેવામાં આવે છે.

કેવી રીતે બચશો આ સ્કેમથી?

૧. અજાણ્યા નંબર પરથી આવતી રોકાણની લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો.

૨. કોઈપણ વ્યક્તિના કહેવાથી અજાણી એપ ડાઉનલોડ ન કરો.

૩. 'ઘરે બેઠા કમાણી' કે 'ક્રિપ્ટો ડબલ' કરવાની લાલચ આપતા ગ્રુપ્સમાંથી તરત એક્ઝિટ થઈ જાવ.

૪. જો તમારી સાથે ઠગાઈ થાય, તો વિલંબ કર્યા વગર ૧૯૩૦ નંબર પર કોલ કરી સાયબર ક્રાઈમમાં રિપોર્ટ કરો.

 

(5:18 PM IST)