<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વોટ્સએપનો પ્રાઇવસી પર સૌથી મોટો પ્રહાર!: યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું અને જોરદાર 'ટેક્સ્ટ વ્યુ વન્સ' ફીચર!

ચેટિંગની દુનિયામાં ક્રાંતિ!: હવે ફોટો-વીડિયોની જેમ સામાન્ય મેસેજ પણ એકવાર વાંચતા જ આપોઆપ ગાયબ થઈ જશે—સ્ક્રીનશોટ લેવા પર પણ લાગશે પ્રતિબંધ! ડેટા લીક થવાના જોખમો સામે વોટ્સએપનું અલ્ટીમેટ સેફ્ટી કવચ!

નવી દિલ્હી: ગ્લોબલ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશનની દુનિયામાં એકચક્રી શાસન ભોગવતી કંપની 'વોટ્સએપ' (WhatsApp) દ્વારા યુઝર્સના પર્સનલ ડેટા અને ચેટ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવતો એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પોલિસી (Platform Policy) માં યુઝર સેફ્ટીને પ્રાધાન્ય આપતા વોટ્સએપે સત્તાવાર રીતે 'વાંચ્યા પછી મેસેજ ગાયબ' કરવાનું નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી મોકલવામાં આવેલા ગુપ્ત કે પર્સનલ મેસેજ સામેની વ્યક્તિ માત્ર એક જ વાર જોઈ શકશે અને ચેટ બોક્સ બંધ થતાં જ તે મેસેજ કાયમ માટે ડિલીટ થઈ જશે.

મેસેજ ડિલીટ થવાનો સમયગાળો

"આફ્ટર રીડિંગ" ફીચરમાં યુઝર્સને તેમના મેસેજ વાંચ્યા પછી ગાયબ કરવા માટે ત્રણ વિકલ્પો મળશે:

•             વાંચ્યાની 5 મિનિટ પછી

•             1 કલાક પછી

•             12 કલાક પછી

જો સામેવાળી વ્યક્તિ મેસેજ ખોલશે જ નહીં, તો તે 24 કલાકના સમયગાળા પછી આપોઆપ ડિલીટ થઈ જશે. આ ફીચર સામાન્ય 'ડિસેપિયરિંગ મેસેજીસ'કરતાં અલગ છે, કારણ કે તેમાં મેસેજ મોકલતાની સાથે જ ટાઈમર શરૂ થઈ જતું હોય છે, જ્યારે આમાં વાંચ્યા પછી શરૂ થશે.

AI આસિસ્ટન્ટ માટે 'ઇનકોગ્નિટો ચેટ'

મેટા તરફથી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલું આ એકમાત્ર અપડેટ નથી. કંપનીએ તેના AI આસિસ્ટન્ટ માટે 'ઇનકોગ્નિટો ચેટ' ફીચરની પણ જાહેરાત કરી છે. આ ફીચર એક એવું અસ્થાયી ચેટ સ્પેસ બનાવશે જ્યાં યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી સેવ કર્યા વિના ખાનગીમાં વાતચીત કરી શકશે. પૈસા, નોકરી, સંબંધો કે સ્વાસ્થ્ય જેવી અંગત બાબતોની ચર્ચા માટે આ ફીચર ખાસ ઉપયોગી સાબિત થશે.

આ ઇનકોગ્નિટો ચેટ મેટાની "પ્રાઇવેટ પ્રોસેસિંગ" ટેક્નોલોજી પર કામ કરે છે, જે AI વિનંતીઓને કંપનીના મુખ્ય સર્વરથી દૂર એક સુરક્ષિત અને અલગ વાતાવરણમાં રાખે છે. આનાથી ફાયદો એ થશે કે જ્યારે યુઝર્સની વાતચીત પ્રોસેસ થઈ રહી હશે, ત્યારે મેટા કે વૉટ્સએપ પોતે પણ જોઈ શકશે નહીં કે યુઝર્સ શું વાત કરી રહ્યા છે. આગામી મહિનાઓમાં આ ફીચર વૉટ્સએપ અને 'મેટા AI' એપ પર તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવશે.

 

 

(5:07 PM IST)