News of Tuesday, 28th April 2026
તમારા સોશિયલ મીડિયાનો ‘વારસદાર’ કોણ?: ડિજિટલ પ્રોપર્ટી માટે કેન્દ્ર સરકારનો નવો માસ્ટર પ્લાન:હવે ‘ડિજિટલ વિલ’ બનાવવી પડશે
મૃત્યુ પછી એકાઉન્ટ્સ કોણ સંભાળશે?: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ડિમેટ એકાઉન્ટ માટે નવા નોમિનેશન નિયમો:હવે ડિજિટલ એસેટ્સ પણ વારસામાં મળશે:સેબી (SEBI) અને આઈટી મંત્રાલયની મોટી તૈયારી:શું તમારો પાસવર્ડ હવે કાયદેસર રીતે ટ્રાન્સફર થશે? જાણો કેવી રીતે તમારી ડિજિટલ મિલકત સુરક્ષિત રહેશે

નવી દિલ્હી: આજના સમયમાં માણસની અડધી જિંદગી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વીતે છે. પરંતુ કોઈ વ્યક્તિના આકસ્મિક નિધન પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ક્લાઉડ સ્ટોરેજ અને ડિમેટ એકાઉન્ટમાં પડેલી કિંમતી એસેટ્સનું શું કરવું તે મોટો પ્રશ્ન હતો. હવે કેન્દ્ર સરકાર આ દિશામાં એક ક્રાંતિકારી નિયમ લાવી રહી છે, જેમાં દરેક યુઝરે તેના ‘ડિજિટલ લીગલ હેર’ (Digital Legal Heir) એટલે કે ડિજિટલ વારસદારની નિમણૂક કરવી પડશે.
નિયમમાં શું હશે ખાસ?
- ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડ: સેબી (SEBI) એ ડિમેટ એકાઉન્ટ માટે નોમિનેશન પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. હવે વારસદારનું નામ અને સંબંધ આપવો જ પૂરતો રહેશે અને મહત્તમ ૪ નોમિની રાખી શકાશે. ૭ એપ્રિલ ૨૦૨૬ સુધી આમાં ફેરફાર માટેની સમયમર્યાદા અપાઈ હતી.
- સોશિયલ મીડિયા એકાઉન્ટ: ફેસબુક, ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સે હવે યુઝર્સને વારસદાર નક્કી કરવાનો વિકલ્પ આપવો પડશે. જો યુઝરનું મૃત્યુ થાય, તો તેનો વારસદાર એકાઉન્ટ ડિલીટ કરી શકશે અથવા તેને ‘મેમોરિયલ’ તરીકે સાચવી શકશે.
- ડિજિટલ પ્રોપર્ટી: ક્રિપ્ટોકરન્સી, એનએફટી (NFT) અને યુટ્યુબ ચેનલ જેવી આર્થિક મૂલ્ય ધરાવતી ડિજિટલ મિલકતો હવે કાયદેસર રીતે વારસદારોને ટ્રાન્સફર કરી શકાશે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
