તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
અમેરિકાના ન્યૂયોર્કમાં અડધી રાત્રે ગટરના મેનહોલ ખોલી લોકો અંદર કેમ ઉતરે છે?, મસમોટું રહસ્ય: કાદવ-કીચડ ખૂંદીને શોધી રહ્યા છે અબજોનો ખજાનો: ન્યૂયોર્ક પોલીસ પણ જોતી રહી ગઈ
ન્યૂયોર્કના પાતાળમાં છુપાયેલું છે અતિ કિંમતી રહસ્ય, ભારે સનસનાટી: સદીઓ જૂની સોનાની વીંટીઓ, ડાયમંડ અને કિંમતી સિક્કાઓનો અખૂટ ભંડાર હોવાનો દાવો: કાયદાનો ખોફ ભૂલી લોકો ગટરો ફંગોળી રહ્યા છે

નવી દિલ્હી: દુનિયાના સૌથી આધુનિક ગણાતા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો, અજીબોગરીબ અને સણસણતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મળતી પાકી વિગતો મુજબ, ન્યૂયોર્કના વ્યસ્ત અને પ્રખ્યાત રાજમાર્ગોની નીચે આવેલી સદીઓ જૂની ગટર લાઈનો અને મેનહોલના અંધારપટ વિસ્તારમાં અડધી રાત્રે કેટલાક લોકો ટોર્ચ અને આધુનિક મેટલ ડિટેક્ટર સાધનો સાથે ગુપ્ત રીતે ઉતરી રહ્યા છે. આ લોકો કાદવ, કીચડ અને અસહ્ય દુર્ગંધની પરવા કર્યા વિના ગટરના કચરાને ફંગોળીને કોઈ અગમ્ય વસ્તુની કડક શોધખોળ કરી રહ્યા છે!
આ ઘટના સામે આવ્યા બાદ ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. પોલીસને એવી આશંકા હતી કે, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, આતંકી કાવતરા અથવા હથિયારો છુપાવવા માટે આ ભૂગર્ભ ગટર નેટવર્કનો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ ખતરાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક પોલીસે પોતાની સ્પેશિયલ ઈમરજન્સી સર્વિસ યુનિટના ટ્રેન્ડ કમાન્ડોને તપાસ માટે ગટરની અંદર ઉતાર્યા હતા. જો કે, સદનસીબે તપાસ દરમિયાન અંદરથી કોઈ વિસ્ફોટક, હથિયાર કે શંકાસ્પદ સામાન મળ્યો નથી અને જાહેર સુરક્ષાને કોઈ મોટો ખતરો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક પોલીસને એવી શંકા છે કે ગટરમાં ઉતરનારા આ લોકો 'ટ્રેઝર હન્ટર્સ' એટલે કે ખજાનો શોધનારા હોઈ શકે છે. તેઓ ન્યૂયોર્કના વર્ષો જૂના સીવર નેટવર્કમાં છુપાયેલી ઐતિહાસિક કે કિંમતી વસ્તુઓની શોધમાં અંદર જતા હોવાનું મનાય છે. આવી જ એક ઘટનામાં, બ્રુકલિનના ફ્લેટબુશ વિસ્તારમાં મેકડોનાલ્ડ એવેન્યુ પાસે મોડી રાત્રે આશરે સાત લોકોને મેનહોલમાંથી અંદર ઉતરતા જોવામાં આવ્યા હતા અને આ લોકો રાત્રે 2 વાગ્યે કલાક બાદ તે જ મેનહોલમાંથી પાછા બહાર આવ્યા હતા.
શહેરના પર્યાવરણ સંરક્ષણ વિભાગ (DEP) દ્વારા આ સીવર નેટવર્કની તપાસ કરવામાં આવી છે, જેમાં સરકારી સાધનોને કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાનું સામે આવ્યું છે. જો કે, અધિકારીઓએ કડક ચેતવણી આપી છે કે, આ રીતે પરવાનગી વગર ગટરની અંદર પ્રવેશ કરવો એ માત્ર ગેરકાનૂની જ નથી, પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સીવર સિસ્ટમની અંદર ઝેરી ગેસ, અચાનક પૂર આવવાનું જોખમ, લપસણી સપાટી અને ઓક્સિજનની ભારે કમી જેવી જીવલેણ પરિસ્થિતિઓ હોય છે. હાલમાં પોલીસ આ રહસ્યમય લોકોની ઓળખ કરવા અને તેમનો અસલી હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
