<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

એઆઈ બનશે માનવતાનો અસુર? આતંકીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોરોના કરતા પણ સો ગણો ઘાતક વાયરસ પેદા કરી શકે તેવી વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી

ટેક્નોલોજીના દુરુપયોગથી સમગ્ર માનવજાતના અસ્તિત્વ સામે તોળાતું ખૌફનાક સંકટ: સ્ફોટક ખુલાસો સાંભળીને દુનિયાભરના દેશોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:ટેક્નોલોજી જગતમાંથી માનવજાતને હચમચાવી નાખતા અને કાળજું કંપાવી દેતા સૌથી ખતરનાક સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો અને સુરક્ષા વિશેષજ્ઞોએ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ કરીને ખુંખાર આતંકી સંગઠનો અને બાયો-હેકર્સ ટૂંક સમયમાં જ કોરોના મહામારી કરતા પણ અનેકગણો વધુ ઘાતક અને જીવલેણ વાયરસ લેબમાં તૈયાર કરી શકે છે. એઆઈની અદ્યતન ક્ષમતાઓનો ખોટો ઉપયોગ કરીને રાક્ષસી તત્વો માનવજાતને ખતમ કરી નાખે તેવા ખતરનાક જૈવિક હથિયારો (Biological Weapons) બનાવી શકે છે, જેનાથી સમગ્ર વૈશ્વિક સ્તરે જબરદસ્ત સપાટો બોલી ગયો છે.

બ્રિટન પરના ખતરાઓ અંગે વાત કરતા બ્રિટનની જાસુસી એજન્સીના ડાયરેક્ટર જનરલ કેન મેકકેલમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇને લઇને પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આતંકીઓ એઆઇનો સૌથી વધુ દુરુપયોગ કરી શકે છે, એઆઇની મદદથી આતંકીઓ લોકોમાં રોગચાળો ફેલાવનારા જીવાણુઓ બનાવી શકે છે અથવા તો બાયોવેપન પણ તૈયાર કરી શકે છે. ઇરાન પર બોમ્બમારો કરવા માટે બ્રિટનના ફેરફોર્ડમાં અમેરિકાએ પોતાનું એરબેઝ સ્થાપ્યું છે. જેના પર ગમે ત્યારે ઇરાન દ્વારા હુમલો કરવામાં આવી શકે છે તેવી ચેતવણી અગાઉ બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહમ પણ આપી ચુક્યા છે. જે બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ એરબેઝ પરથી પોતાના વિમાન પાછા બોલાવી લીધા હતા. હવે બ્રિટનની જાસુસી એજન્સીના વડા દ્વારા આવા જ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે રશિયા હાલ પશ્ચિમના દેશો માટે મોટો ખતરો છે, રશિયા સીધા હુમલા કરવાના બદલે છુપાઇને સાઇબર હુમલા કરાવી રહ્યું છે.
આમ કરવાથી તે નાટો દેશો સાથે સીધા યુદ્ધ કરવાથી બચી રહ્યું છે. સાથે જ તેમણે એઆઇનો આતંકીઓ દ્વારા દુરુપયોગને લઇને પણ ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો હતો કે આતંકીઓ એઆઇનો ઉપયોગ બાયોવેપન જેમ કે રોગાણુંઓ, બેક્ટેરિયા, કોરોના જેવા વાયરસ વગેરે જીવલેણ વાયરસો, કિટાણુંઓ માટે કરી શકે છે. એઆઇ આતંકીઓ સુધી આ બાયોવેપનની જાણકારી પહોંચાડી શકે છે. અગાઉ ક્યારેય જોવા ના મળ્યા હોય તેવા ઘાતક વાયરસ એઆઇ જનરેટ કરવામાં મદદરૂપ થઇ શકે છે. હાલમાં બ્રિટનમાં એઆઇના જોખમો સામે પહોંચીવળવા માટે સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

 

(6:32 PM IST)