તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
જેકેટમાં જીવતી ૧૧૬ ગરોળીઓનું સ્મગલિંગ કરતી મહિલા પકડાઈ
દરેક પાઉચમાં ત્રણથી પાંચ ગરોળીઓ ભરેલી હતી

મોસ્કો,તા.૯: રશિયામાં એક મહિલાના જેકેટની તલાશી લેતાં જે ચીજ નીકળી એ જોઈને ભલભલાના મોંમાંથી ચીસ નીકળી જાય એમ છે. જેકેટની અંદરની તરફ નાનાં-નાનાં પોકેટ બનાવવામાં આવ્યાં હતાં અને એની અંદર જીવતી ગરોળીઓ ભરી દેવામાં આવી હતી. આ મહિલા રોડમાર્ગે રશિયાથી પોલેન્ડ જઈ રહી હતી. રસ્તામાં મામોનોવો નામના ચેકપોઇન્ટ પાસે બસ રોકવામાં આવી. એ ચેકપોસ્ટ પર બધાના સામાનની તલાશી લેવામાં આવી. એમાં એક રશિયન બહેનનાં કપડાંમાં કંઈક સળવળતું હોવાનું લાગતાં બોર્ડરના ચેકિગ અધિકારીઓએ તેનું જેકેટ ઊતરાવ્યું. એમાં નાનાં-નાનાં પાઉચ બનાવેલાં હતાં. દરેક પાઉચમાં ત્રણથી પાંચ ગરોળીઓ ભરેલી હતી. દસથી ૧૫ સેન્ટિમીટર લાંબી લગભગ ૧૧૬ ગરોળીઓ એમાંથી નીકળી હતી. આ ગરોળીઓ ખાસ હોય છે જે એશિયાના રણવિસ્તારોમાં જોવા મળે છે અને રશિયામાં એને સંરક્ષિત પ્રાણી તરીકે નોંધવામાં આવી હોવાથી એને બીજે લઈ જવા પર પ્રતિબંધ છે. આ બહેને ગરોળીઓ સ્મગલ કરીને રોડમાર્ગે જર્મની પહોંચાડવાની હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
