<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

૪૪,૪૬૦ કિલો વજનનું પ્‍લેન ખેંચીને વર્લ્‍ડ રેકોર્ડ

ભારેખમ વજન ક્રિસ્‍ટોએ જસ્‍ટ ૨૩.૨૫ સેકન્‍ડમાં ખેંચી લીધું હતું

લંડન,તા.૧૯: બલ્‍ગેરિયાના ઍથ્‍લીટ ક્રિસ્‍ટો મસ્‍કોવે ઍરબસ A320 પ્‍લેનને ૨૦ મીટર સુધી ખેંચીને વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. પ્‍લેનનું વજન લગભગ ૪૫ ટન હતું. આ ભારેખમ વજન ક્રિસ્‍ટોએ જસ્‍ટ ૨૩.૨૫ સેકન્‍ડમાં ખેંચી લીધું હતું. ઍરબસ A320 પ્‍લેન લગભગ ૧૮૦ મુસાફરો બેસી શકે એવડું હોય છે અને એનું વજન ૪૪,૪૬૦ કિલો હોય છે. રેકોર્ડ બનાવવા માટે ક્રિસ્‍ટો સામે માત્ર વજન ખેંચવાનો જ પડકાર નહોતો, ૪૪,૦૦૦થી વધુ કિલો વજન ૨૦ મીટર સુધી ખેંચી જવા માટે તેમની પાસે માત્ર ૩૦ સેકન્‍ડ જ હતી. ક્રિસ્‍ટો મસ્‍કોવ ૨૦ વર્ષથી ઍથ્‍લીટ છે અને સ્‍ટ્રોન્‍ગમેનની સ્‍પર્ધાઓમાં વિશ્વ અને યુરોપમાં ચેમ્‍પિયન રહી ચૂક્‍યા છે. પહેલાં આ રેકોર્ડ બ્રિટનના માર્ક જીન્‍સ નામના સ્‍ટન્‍ટમેનના નામે હતો. તેણે ૨૦૨૧માં ૩૧.૩ સેકન્‍ડમાં આ પ્‍લેન ખેંચ્‍યું હતું.

(10:32 AM IST)