News of Thursday, 8th October 2026
ટેક્નોલોજીની દુનિયા અને વૈશ્વિક બિઝનેસ જગતમાં ભૂકંપ સર્જી દેતો, દિગ્ગજોના હોશ ઉડાડી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો મહા-ભાંડો ફોડઃ દુનિયાના સૌથી અમીર અને ટેસ્લા-એલોન મસ્કે ભારત સરકાર સામે અત્યંત ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો છે કે ભારતના જ કેટલાક સ્વાર્થી અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ તેમની સેટેલાઈટ ઇન્ટરનેટ કંપની 'સ્ટારલિન્ક' ને ભારતમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે, જ્યારે સામે પક્ષે ભારતે પણ પલટવાર કરીને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે આપણા દેશના નિયમો એકદમ નિષ્પક્ષ અને પારદર્શક છે, જેને જોઈને આખા ભારત અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે
સ્પેસ એજન્સીઓ અને અબજોપતિઓની લડાઈમાં સેટેલાઈટ યુદ્ધ છેડાઈ જવાથી અને ભારત સરકારના આ કડક વલણથી ગ્લોબલ ટેક જાયન્ટ્સ અને વ્હાઈટ હાઉસના અધિકારીઓના ઉડી ગયા હોશઃ દિલ્હીથી લઈને ગુજરાતના આઈટી કોરિડોર સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી :અંતરિક્ષ અને ટેક્નોલોજીની દુનિયામાંથી એકદમ ચોંકાવનારો અને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! દુનિયાના અતિ-દિગ્ગજ ઉદ્યોગપતિ અને સ્પેસએક્સ (SpaceX) ના માલિક એલોન મસ્કે ભારત પર મોટો પ્રહાર કરતા દાવો કર્યો છે કે તેમની સેટેલાઈટ આધારિત હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિન્ક' ને ભારતીય બજારમાં આવતા રોકવા માટે ભારતના જ કેટલાક અંદરના ઉદ્યોગપતિઓ અને હરીફો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને કાવતરાં રચી રહ્યા છે. મસ્કના આ સનસનાટીભર્યા દાવા બાદ વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે.
સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દેશમાં 'અમુક અબજોપતિઓ' દ્વારા ઇરાદાપૂર્વક સ્ટારલિંકને બ્લોક કરવામાં આવી રહી છે, જેથી તેઓ દેશ પર પોતાની મોનોપોલી જાળવી શકે. આ આક્ષેપોના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશે તમામ ટેલિકોમ સેવાઓ માટે સમાન અને બિન-પક્ષપાતી અધિકૃતતા માળખું તૈયાર કર્યું છે.
સત્તાવાર નિવેદન અનુસાર, ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવા માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન (GMPCS) કંપનીઓને ટેલિકોમ લાઇસન્સ આપવામાં આવ્યા છે. તમામ લાયસન્સ ધારકો માટે સુરક્ષા શરતોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી વપરાશકર્તાઓ અને તેમના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. હાલમાં આ ત્રણેય લાયસન્સ ધારકો માટે સુરક્ષા મૂલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પેક્ટ્રમ ફાળવણી માટે આગળ વધી શકાશે. હાલમાં તમામ ત્રણ સંસ્થાઓ નિયમનકારી સ્તરે સમાન તબક્કે છે. આથી, ભારતનું નિયમનકારી માળખું અન્યાયી કે પક્ષપાતી છે તેવું સૂચન કરવું સંપૂર્ણપણે આધારહીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ સેવાઓ શરૂ કરવા માટે અંતિમ મંજૂરીઓની રાહ જોઈ રહેલી સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકને લઈને આ વિવાદ સામે આવ્યો હતો.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
