News of Wednesday, 23rd September 2026
ચહેરો ભાડે આપીને ૧૨-૧૪ લાખ રૂપિયા કમાઈ શકાય છે
ચીનમાં ફિલ્મ, મોડલિંગ, એનિમેશન અને ગેમિંગ માટે ૩૭૦થી વધુ ડિજિટલ એક્ટર્સ છે

બીજીંગ તા.૨૩: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે ડેટા એકત્ર કરવા માટે અનેક લોકો કોઈ કામ કરતી વખતે કેમેરા પહેરી રાખીને કમાણી કરતા આવ્યા છે, પરંતુ હવે લોકો પૈસા કમાવા માટે પોતાનો ચહેરો પણ AIને ભાડે આપવા લાગ્યા છે. કેટલાંક AIપ્લેટફોર્મ્સ પર વ્યક્તિનો ચહેરો ફોટોગ્રાફસ કે વિડિયોમાં વાપરવા દેવા બદલ હજાર રૂપિયાથી લાખો રૂપિયાનું ભાડું આપવામાં આવે છે. સિરિયલ્સ, ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ કે ગેમ્સ માટે કન્ટેન્ટ ક્રીએટ કરવા માટે જે લોકોના ચહેરા વપરાય છે એ માટે એપ્સ દ્વારા વળતર પણ ચૂકવાય છે. બેન્કના એક કર્મચારીનું કહેવું છે કે એક એડ્વટાઇઝિગ કંપનીએ તેનો ચહેરો ૭ વાર વાપર્યો હતો અને એ બદલ તેને ૩૫,૦૦૦ રૂપિયા મળ્યા હતા. જોકે રોમેન્સ અને ફેમિલી કન્ટેન્ટ ક્રીએટ કરવા માટે ચહેરો વાપરવા દેવાનું ભાડું હજારો રૂપિયામાં હોય છે. ચીનમાં હવે રિયલ એક્ટર્સને બદલે ડિજિટલ ઍક્ટર્સના પ્રોફાઇલ વિકસી રહ્યા છે. ફિલ્મ, મોડલિંગ, એનિમેશન અને ગેમિગ માટે ચીનનાં પ્લેફોર્મ્સ પાસે ૩૭૦થી વધુ ડિજિટલ એક્ટર્સ છે. આ એક્ટર્સ માત્ર પોતાનો ચહેરો યુઝ કરવાની પરવાનગી આપવા સિવાય કંઈ જ નથી કરતા. આ એક્ટર્સ પોતાનો ચહેરો કયા કન્ટેન્ટમાં વપરાશે એ પણ નિヘતિ કરી શકે છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
