હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અયોધ્યામાં યોજાનાર દસમા દીપોત્સવમાં પાંચ દેશોની રામલીલાનો રંગ જામશે
12 મંચ પર 2,500 કલાકારો રજૂ કરશે રામકથાના વિવિધ પ્રસંગો

અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં યોજાનારા દસમા દીપોત્સવને આ વર્ષે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક રંગ આપવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે પાંચ દેશોના કલાકારો પોતાની પરંપરાગત શૈલીમાં રામલીલાનું મંચન કરશે.
આ આયોજનમાં દક્ષિણ આફ્રિકાની બે ટીમ ઉપરાંત શ્રીલંકા, નેપાળ, લાઓસ અને થાઈલેન્ડના કલાકારોની ભાગીદારી પ્રસ્તાવિત છે. આ ઉપરાંત ફિલિપાઈન્સ અને રશિયાના કલાકારોને પણ સામેલ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દીપોત્સવ દરમિયાન કુલ 12 મંચ તૈયાર કરવાની યોજના છે. જેમાં છ નાના, ચાર મધ્યમ અને બે મોટા મંચનો સમાવેશ થાય છે. આ મંચો પર ભારત અને વિદેશના આશરે 2,500 કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે.
આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને કેરળના કલાકારો પણ રામચરિત અને રામકથા આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
આ આયોજનનો હેતુ દીપોત્સવને માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રાખીને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવ તરીકે વિકસાવવાનો છે. વિવિધ દેશોની ભાષા, વેશભૂષા, સંગીત અને લોકપરંપરાઓમાં રજૂ થતી રામલીલા દ્વારા ભગવાન શ્રીરામની કથાને વૈશ્વિક મંચ મળશે. સાથે જ સ્થાનિક કલાકારો અને પ્રવાસન વ્યવસાયને પણ પ્રોત્સાહન મળવાની આશા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
