<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મેન્‍ગલોરમાં ૧૨ દિવસ, ૧૨ કલાક, ૧૨ મિનિટ નોન સ્‍ટોપ કોકણી ગીતોની મેરથોન

કાર્યક્રમ ૩ નવેમ્‍બરે શરૂ થયેલો અને ૧૫ નવેમ્‍બરે પૂરો થયોઃ ૪૫૦૦ યુનિક કોકણી ગીતો રજૂ થયાં

મેંગ્‍લોર,તા.૧૮: કર્ણાટના મેન્‍ગલોરમાં મંડ સોભાન નામની એક સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરતી સંસ્‍થા છે. આ સંસ્‍થાએ તાજેતરમાં અકલ્‍પનીય કહેવાય એવો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. આ સંસ્‍થાએ શરૂ કરેલો કોકણી ગીતોનો મેરથોન કાર્યક્રમ ૩ નવેમ્‍બરે શરૂ થયેલો અને ૧૫ નવેમ્‍બરે પૂરો થયો. ૧૨ દિવસ, ૧૨ કલાક અને ૧૨ મિનિટ સુધી નોન-સ્‍ટોપ ગીતો રજૂ કરીને મંડ સોભાન સંસ્‍થાએ પહેલો વર્લ્‍ડ કોંકણી મ્‍યુઝિક મેગા કન્‍વેન્‍શનનો ઇતિહાસ રચ્‍યો હતો. મેન્‍ગલોરના ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૪૫૦૦ યુનિક કોકણી ગીતો રજૂ થયાં. એ માટે ૩૦૦ ટીમો બનાવવામાં આવી હતી અને એમાં કુલ ૬૭૮૯ સિગરોએ ભાગ લીધો હતો.

રવિવારે સાંજે આ સમારોહનું સમાપન થયું ત્‍યારે જ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મંડ સોભાનના અધ્‍યક્ષ લુઇ જે. પિન્‍ટોને આપવામાં આવ્‍યું હતું. આ પહેલાં વડતાલની હરિકૃષ્‍ણ કીર્તન યજ્ઞ સંસ્‍થાએ ૨૦૨૪માં ૧૧ દિવસ, ૧૧ કલાક અને ૧૧ મિનિટનો નોન-સ્‍ટોપ કીર્તનોનો રેકોર્ડ બનાવ્‍યો હતો. મેન્‍ગલોરમાં આ રેકોર્ડ તૂટ્‍યો હતો.

(10:23 AM IST)