<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

૧૨ હજાર પગાર અને ૯ કલાકની ડયૂટીઃ કોલેજમાં વાંદરાને ગાર્ડની નોકરી આપી, ઈમાનદારીથી કરે છે ડયૂટી

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્‍લામાં આવેલી ડીએસ ડિગ્રી કોલેજમાં વાનરના વધતા આતંકને રોકવા માટે પ્રશાસને એક અનોખી રીત અપનાવીઃ કોલેજે ગોલૂ નામના એક વાનરને ગાર્ડ તરીકેની નોકરી આપીઃ જેનો માસિક પગાર ૧૨ હજાર રૂપિયા નક્કી કર્યો

 

અલીગઢ  તા.૨૪: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્‍લામાં આવેલી ડીએસ ડિગ્રી કોલેજમાં વાનરના વધતા આતંકને રોકવા માટે પ્રશાસને એક અનોખી રીત અપનાવી છે. કોલેજે ગોલૂ નામના એક વાનરને ગાર્ડ તરીકેની નોકરી આપી છે. જેનો માસિક પગાર ૧૨ હજાર રૂપિયા નક્કી કર્યો છે.

લગભગ છ મહિના પહેલા નોકરીએ રાખેલા આ વાનર ગોલૂની ડ્‍યૂટી સવાર ૮ વાગ્‍યાથી સાંજના ૫ વાગ્‍યા સુધીની હોય છે. આ દરમ્‍યાન તે આખા કેમ્‍પસમાં આંટાફેરા કરે છે. જેવું વાનરનું ટોળું દેખાય કે ગોલૂની હાજરી જોઈ ત્‍યાંથી ટોળું ભાગી જતું. પહેલા તો કોલેજ પરિસરમાં વાનરના ત્રાસના કારણે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. ઘણી વાર તો રસ્‍તો પણ બદલવો પડતો હતો અને ડરના કારણે ક્‍લાસ સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકતા નહોતા. જો કે હવે સ્‍થિતિમાં ઘણો સુધારો આવ્‍યો છે અને વિદ્યાર્થીઓ બિદાસ્‍ત થઈને કેમ્‍પસમાં અવરજવર કરી શકે છે.

કોલેજના આચાર્ય ડો. મુકેશ ભારદ્વાજે જણાવ્‍યું છે કે આ પ્રયોગના સકારાત્‍મક પરિણામ સામે આવ્‍યા છે અને વાનરોનો આતંક પણ ઘણા બધા અંશે ઓછો થઈ ગયો છે. ગોલૂ ન ફક્‍ત કોલેજની સુરક્ષા કરે છે, પણ વિદ્યાર્થીઓની વચ્‍ચે પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે

સોશિયલ મીડિયા પર તેની સાથે સેલ્‍ફી લેવાનો ટ્રેન્‍ડ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલ ન ફક્‍ત એક અનોખું સમાધાન છે, પણ આ દેખાડે છે કે, આવી સમસ્‍યાઓ માટે રચનાત્‍મક રીત કેટલી પ્રભાવી સાબિત થઈ શકે છે.

તો વળી ડીએસ ડિગ્રી કોલેજના આચાર્યના જણાવ્‍યા અનુસાર, આ વ્‍યવસ્‍થા છેલ્‍લા છ મહિનાથી ચાલી રહી છે. તેના સકારાત્‍મક પરિણામ જોવા મળ્‍યા છે. હવે પરિસરમાં વાનરનો આતંક ખૂબ ઓછો થઈ ગયો છે અને વિદ્યાર્થીઓ ખુદને પહેલા કરતા વધારે સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.

(10:30 AM IST)