તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
બિહારના કટીયારમાં 13 લોકોના મોત સરકાર દ્વારા વળતર જાહેર
વિપક્ષે કર્યો વળતરની રકમ ઓછી હોવાનો ગંભીર આક્ષેપઃ પરિવાર દીઠ સરકારી નોકરીની માંગ

પટનાઃ બિહાર ના કટિહાર જિલ્લામાં શનિવારે રાત્રે સર્જાયેલા હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં 13 જેટલા લોકોના મોત નિપજ્યાં છે. ભયંકર અકસ્માત બાદ રાજ્ય સરકારે પીડિતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. NH-31 પર બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં કુલ 13 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બિહારના કટિહારમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે કોઈરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-31 પર બસગડા ચોક ખાતે બસ અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં 13 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સુનિલ યાદવે સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતરને ઓછું ગણાવતા મૃતકોના પરિવારને રૂ.5 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ આપવાની માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "આ પરિવારો આર્થિક રીતે નબળા છે, તેથી સરકારે પરિવારના એક સભ્યને સરકારી નોકરી (Government Job) પણ આપવી જોઈએ." તેમણે બસ ડ્રાઇવર નશામાં હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. NH-31 જેવા વ્યસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમોના અમલીકરણ અને ડ્રાઇવરોની બેદરકારી સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે ડ્રાઇવર અને બસ માલિકની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
