તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના ૧૩૦૦૦ સૈનિકો અને ૧૮ લડાકુ વિમાનો તૈનાત કરાયા
બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરાર હેઠળ પાકિસ્તાની વાયુસેનાના વિમાનો કિંગ અબ્દુલઅઝીઝ એરબેઝ પર ખડકાયા

ગયા વર્ષે થયેલા સંયુક્ત વ્યૂહાત્મક સંરક્ષણ કરારના ભાગરૂપે પાકિસ્તાનનું લશ્કરી દળ, જેમાં ૧૩૦૦૦ સૈનિકો અને ૧૦ થી ૧૮ ફાઈટર જેટ સામેલ છે, તે સાઉદી અરેબિયાના પૂર્વીય ક્ષેત્રમાં પહોંચી ગયું છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે લશ્કરી સહયોગ વધુ મજબૂત બની રહ્યો છે. પાકિસ્તાનની સેનાની એક મોટી ટુકડી સાઉદી અરેબિયા પહોંચી છે, જેમાં અંદાજે ૧૩૦૦૦ જેટલા સૈનિકો અને ૧૦ થી ૧૮ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ પાકિસ્તાની સૈન્ય ટુકડીને પૂર્વીય ક્ષેત્રમાં આવેલા કિંગ અબ્દુલઅઝીઝ એરબેઝ પર તૈનાત કરવામાં આવી છે.
આ સૈન્ય અને સાધનોની તૈનાતી બંને દેશો વચ્ચે ગયા વર્ષે કરવામાં આવેલા સંયુક્ત વ્યૂહાત્મક સંરક્ષણ કરારના આધારે કરવામાં આવી છે. આ કાફલામાં પાકિસ્તાની વાયુસેનાના અત્યાધુનિક લડાકુ વિમાનો અને અન્ય સહાયક વિમાનો પણ સામેલ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
