તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
બંગાળમાં બીજા તબક્કાની ૧૪૨ બેઠકો પર ૧૪૪૮ ઉમેદવારો મેદાનમાં
પશ્ચિમ બંગાળના બીજા તબક્કા માટે ૨૯ એપ્રિલે મતદાન થશે

કોલકાતા,તા.૨૭: પશ્ચિમ બંગાળના બીજા તબક્કા માટે ૨૯ એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો પર મતદાન થવાનું છે. આ આખો વિસ્તાર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ૧૪૨માંથી ૧૨૩ બેઠકો પર વ્પ્ઘ્એ જીત મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર ૧૮ બેઠકો મળી હતી. એક બેઠક પર અન્ય ઉમેદવાર જીત્યો હતો. તેથી બીજા તબક્કાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તે નક્કી કરશે કે બંગાળમાં કોની સત્તા આવશે. બીજા તબક્કામાં પ્રેસિડન્સી ડિવિઝનની બેઠકો પણ સામેલ છે, જ્યાં વ્પ્ઘ્નું પ્રભુત્વ રહ્યું છે.
પヘમિ બંગાળના બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો પર કુલ ૧૪૪૮ ઉમેદવારો મેદાનમાં છે. TMC અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે ભાજપે એક બેઠક છોડીને ૧૪૧ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજા તબક્કામાં સાઉથ ૨૪ પરગણા, નોર્થ ૨૪ પરગણા, હાવડા, નદિયા, પૂર્વ મિદનાપુર, પヘમિ મિદનાપુર, પૂર્વ બર્ધમાન અને પヘમિ બર્ધમાન જિલ્લાઓની બેઠકો પર મતદાન થવાનું છે.
બીજા તબક્કામાં નોર્થ ૨૪ પરગણાના બોંગાં, બગદા, બશીરહાટ, સ્વરૂપનગર અને સાઉથ ૨૪ પરગણાના હિગલગંજ તથા સંદેશખાલી જેવી બેઠકો બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલી છે. ગયા વખતે ભાજપ અહીં એક પણ બેઠક જીતી શક્યું નહોતું, પરંતુ ત્યારબાદ ભાજપે આ વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સતત કાર્યક્રમો કર્યા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં સંદેશખાલી ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
ભવાનીપુરમાં સામસામે સુવેંદુ-મમતાબીજા તબક્કામાં ભવાનીપુર બેઠક પર પણ મતદાન થવાનું છે, જ્યાં સુવેંદુ અધિકારી અને મુખ્ય મંત્રી મમતા બેનર્જી આમને સામને છે. ભવાનીપુર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. સુવેંદુ અધિકારી પહેલી વાર ભવાનીપુરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૨૧માં અહીં વ્પ્ઘ્એ મોટી જીત મેળવી હતી. જોકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે મતનું અંતર આશરે ૮૦૦૦નું હતું અને વ્પ્ઘ્ને લીડ મળી હતી. તેથી ભવાનીપુર બેઠક ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં સુવેંદુ અધિકારીએ નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
