તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 12th October 2026
દિલ્હી પોલીસ વિરુદ્ધ દેશના ૧૪૬ વકીલો મેદાનમાં: સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ જામ્યો
જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસે ૧૩ ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો

નવી દિલ્હી, તા.૧૨: દિલ્હીમાં પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અને અગ્રણી વકીલોએ એકજૂથ થઈને મોરચો માંડ્યો છે. દેશના પૂર્વ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને કપિલ સિબ્બલ સહિત ૧૪૬ જેટલા વકીલોએ દિલ્હી પોલીસ વિરુદ્ધ કાનૂની લડાઈ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના ૯ ઓક્ટોબરના આદેશનું કથિત ઉલ્લંઘન કરીને અંદાજે ૭,૦૦૦ જેટલા લોકોની ગેરકાયદેસર અટકાયત કરવા, મેટ્રો સ્ટેશનો બંધ કરવા તેમજ ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવાના ગંભીર આરોપો સાથે કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૧ ઓક્ટોબરના રોજ જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદારો વતી વરિષ્ઠ વકીલોએ પોલીસ કાર્યવાહીને નાગરિક અધિકારો અને સ્વતંત્રતાનું હનન ગણાવ્યું હતું. મામલાની ગંભીરતા જોઈને સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓને નોટિસ જારી કરીને ૧૩ ઓક્ટોબર સુધીમાં સમગ્ર બાબતે સત્તાવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છ
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
