News of Saturday, 28th November 2026
નોકરીનું ખોટું વચન આપી ૧૬૪ વિદેશીઓને બંધક બનાવાયા
પોલીસે બંધક બનાવાયેલા વિદેશીઓને બચાવ્યા : નોઈડામાં વિદેશીઓને બંધક બનાવી આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિડી કરાવવા મજબૂર કરાયા

નવી દિલ્હીઃ તા. ૨૮:નોકરી અપાવવાનું ખોટું વચન આપીને વિદેશી નાગરિકોને ભારત બોલાવવા અને તેમને બંધક બનાવી આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિડી કરાવવાનો એક કેસ નોઈડામાં સામે આવ્યો છે.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે ગુરૂવારે આ જૂથનો પર્દાફાશ કર્યો હતો અને લગભગ ૧૬૪ વિદેશી નાગરિકોને મુક્ત કરાવ્યા હતાં.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે ગુરૂવારે નોઈડાનાં સેક્ટર ૧૩૬માં તેમની ઓફિસમાં દરોડા પાડ્યા હતાં અને ૧૬૪ વિદેશી નાગરિકોને બચાવ્યા હતાં.
તેમાં ૯૨ ઈન્ડોનેશિયન અને ૭૨ મલેશિયન નાગરિકો સામેલ હતાં. પોલીસે ઘટના સ્થળેથી ૧૭૪ પાસપોર્ટ સહિત મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા હતાં.
પોલીસનાં જણાવ્યા અનુસાર વિદેશી નાગરિકોને એક આઈટી સર્વિસિઝ કંપનીમાં સારી નોકરી અને ઉંચા પગારનું ખોટું વચન આપીને ભારત બોલાવવામાં આવ્યા હતાં.ભારત આવ્યા પછી આ તમામ વિદેશી નાગરિકોનાં પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતાં.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
