તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
૧૪,૧૦૮ની ક્ષમતા સામે ગુજરાતની જેલોમાં ૧૭,૭૬૬ કેદીઓ રાખવામાં આવ્યા છે
રાજ્યની જેલોમાં કુલ કેદીઓમાંથી ૬૯.૨% કાચા કામના કેદીઓ, ૨૯.૪% પાકા કામના કેદીઓ અને ૧.૪% અટકાયતીઓ હતાઃ પેરોલ જમ્પમાં રાજ્ય દેશમાં પ્રથમ : રાજયની જેલોમાં કુલ ૫,૨૩૧ દોષિતોમાંથી ૬૫.૨% કેદીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છેઃ ગુજરાતમાં મંજૂર કરાયેલા પદો સામે ૫૪% જગ્યાઓ ખાલી હોવાનો ઉલ્લેખ

અમદાવાદઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી હતી. વર્ષ ૨૦૨૪માં રાજ્યના જેલ વિભાગે પેરોલ દરમિયાન ૨૦૧ કેદીઓ ફરાર થયા હોવાનું નોંધ્યું હતું. આ પ્રમાણ દેશના કુલ ફરાર કેદીઓની તુલનામાં ૬૩ ટકા જેટલું હતું. આ સમયગાળામાં દેશની વિવિધ જેલમાંથી ૩૧૯ કેદીઓ ફરાર થા હતા. આ ઉપરાંત પેરોલમાંથી ફરાર થયેલા કુલ કેદીઓ પૈકી ૧૫૩ એટલે કે ૭૬ ટકા કેદીઓની ફરી ધરપકડ કરવામાં આવી હતી. જે પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા કેદીની ફરી ધરપકડની દેશમાં સૌથી વધુ ટકાવારી છે. દેશમાંથી કુલ ૭૧.૮ ટકા કેદીની ફરી ધરપકડ કરાઈ હતી.
આ અહેવાલમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ૧૪,૧૦૮ કેદીઓની ક્ષમતા સામે રાજ્યની જેલોમાં ૧૭,૭૬૬ કેદીઓ રાખવામાં આવ્યા હતા, જે ક્ષમતા કરતાં ૨૫.૯% વધુ હતા. આ સંખ્યા જેલોમાં ગીચતાના રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૮% કરતાં વધુ હતી.
કેદીઓની મોટી સંખ્યા હોવા છતાં, અહેવાલમાં ગુજરાતમાં મંજૂર કરાયેલા પદો સામે ૫૪% જગ્યાઓ ખાલી હોવાનો ઉલ્લેખ છે. જેલ સ્ટાફ માટે ૪,૬૦૮ ની મંજૂર સંખ્યા સામે રાજ્યની જેલોમાં માત્ર ૨,૧૨૮ કર્મચારીઓ જ હતા, જે ૫૪% સ્ટાફની અછત અથવા ૨,૪૮૦ જગ્યાઓ ખાલી હોવાનું દર્શાવે છે. એક્ઝિક્યુટિવ સ્ટાફમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ જેલર અને ડેપ્યુટી જેલર સ્તરે નોંધાઈ હતી. રાજ્યમાં જેલના પ્રત્યેક કર્મચારી દીઠ આશરે આઠ કેદીઓ હતા, જે રાષ્ટ્રીય સરેરાશ જેટલું જ છે.
આ ઉપરાંત રિપોર્ટ મુજબ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં, રાજ્યની જેલોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોય તેવા ૪૯ ગુનેગારો હતા. આ સંખ્યા ઉત્તર પ્રદેશમાં ૧૪૧ પછી ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ હતી. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રમાં ૪૩ અને મધ્ય પ્રદેશ તથા કેરળમાં ૩૫-૩૫ કેદીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
રાજયની જેલોમાં કુલ ૫,૨૩૧ દોષિતોમાંથી ૬૫.૨% કેદીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. ટકાવારીની દ્રષ્ટિએ, ઝારખંડની જેલોમાં ૭૬.૧% અને તેલંગાણાની જેલોમાં ૭૧.૮% પછી આ ત્રીજો સૌથી વધુ હિસ્સો હતો. અહેવાલ મુજબ, આ હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ ૫૫.૩% કરતા વધુ હતો.
રાજ્યની જેલોમાં કુલ કેદીઓમાંથી ૬૯.૨% કાચા કામના કેદીઓ, ૨૯.૪% પાકા કામના કેદીઓ અને ૧.૪% અટકાયતીઓ હતા. અહેવાલ મુજબ કુલ કાચા અને પાકા કામના કેદીઓમાંથી આશરે ૯૦% કેદીઓ ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ ધરાવતા હતા. ૫,૨૩૧ દોષિત કેદીઓમાંથી ૩૬૭ અન્ય રાજ્યોના હતા, જ્યારે ૩૨ અન્ય દેશોના હતા. તેવી જ રીતે, ૧૨,૨૮૬ કાચા કામના કેદીઓમાંથી ૧,૧૯૮ અન્ય રાજ્યોના હતા અને ૨૧૩ અન્ય દેશોના હતા. પ્રોફાઇલ વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે ૮૨.૪% દોષિતો અને ૯૨.૩્રુ કાચા કામના કેદીઓ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના હતા.
આ ઉપરાંત એનસીઆરબીના રિપોર્ટ મુજબ, રાજ્યની જેલોમાં બે મહિલા દોષિત કેદીઓ જેલના સળિયા પાછળ બે બાળકો સાથે રહેતી હતી, જ્યારે કાચા કામની મહિલા કેદીઓમાં ૩૦ મહિલાઓ ૩૯ બાળકો સાથે રહેતી હતી.
વિદેશી નાગરિક હોય તેવા દોષિતોમાં ૨૬ પાકિસ્તાનના હતા. જે ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે. ત્યારબાદ બાંગ્લાદેશ, પヘમિ એશિયાના દેશો અને નાઇજીરીયાના બે-બે નાગરિકો હતા. વિદેશી નાગરિક હોય તેવા ૨૧૩ કાચા કામના કેદીઓની રાષ્ટ્રીયતામાં પાકિસ્તાનના ૮૭, બાંગ્લાદેશના ૩૪, નાઇજીરીયાના ૧૯ સહિત આફ્રિકાના દેશોના ૨૯, પヘમિ એશિયાના દેશોના ૨૯, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના છ અને અન્ય દેશો સહિત શ્રીલંકાના ચાર નાગરિકોનો સમાવેશ થાય છે
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
