તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સંરક્ષણથી લઈને મુક્ત વેપાર સુધીના ૧૮ ઐતિહાસિક કરારો
ઓકલેન્ડમાં મોદી મેજિકઃ પીએમ મોદી અને કીવી પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઃ ૨૦૩૦નો રોડમેપ તૈયાર : UNSCમાં ન્યુઝીલેન્ડનું ભારતને સમર્થનઃ આતંકવાદ વિરોધી લડાઈમાં ખભેખભા મિલાવ્યાઃ ભૌગોલિક-રાજકીય સમીકરણોને એક નવી દિશા મળી

ઓકલેન્ડ, તા.૧૧: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓકલેન્ડ મુલાકાતે બંને દેશોના પરંપરાગત સંબંધોને સીધા વ્યૂહાત્મક ભાગીદારીના નેક્સ્ટ લેવલ પર પહોંચાડી દીધા છે. પીએમ મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે યોજાયેલી આ ઐતિહાસિક શિખર સંમેલનમાં રોડમેપ ૨૦૩૦ ને લીલી ઝંડી આપવામાં આવી છે, જે અંતર્ગત અઢાર (૧૮) જેટલાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રમતગમત, પશુપાલનથી લઈને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં થયેલા આ કરારો બંને દેશોના ભવિષ્યને નવી દિશા આપશે.
બીજી તરફ, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા જતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે આ મુલાકાતમાં સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પર સૌથી મોટો દાવ ખેલવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫ના સંરક્ષણ સહયોગ કરારને વધુ આક્રમક રીતે અમલમાં મૂકવા અને વાર્ષિક દરિયાઇ સુરક્ષા સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. વ્યાપારિક મોરચે, તાજેતરમાં પૂર્ણ થયેલા મુક્ત વેપાર કરારને વેગ આપીને બંને દેશોએ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૭ બિલિયન ન્યુઝીલેન્ડ ડોલર સુધી લઈ જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ મુલાકાતની સૌથી મોટી વૈશ્વિક જીત એ રહી કે ન્યુઝીલેન્ડે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદની દાવેદારીને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, બંને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ભારત પર થયેલા તાજેતરના આતંકવાદી હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને આતંકવાદી ભંડોળ તેમજ સેફ હેવન્સને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ સંયુક્ત ટાસ્ક ફોર્સ અને જ્ખ્વ્જ્ મંચ પર સાથે લડવાની કસમ ખાધી છે. પીએમ મોદીના આપણે દૂધમાં સાકરની જેમ ભળેલા છીએ વાળા નિવેદને ઓકલેન્ડમાં વસતા પ્રવાસી ભારતીયોના દિલ જીતી લીધા હતા.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
