તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ટીએમસીના ૨૦ સાંસદો, શિવસેના ૬ સાંસદો અને ડીએમકેના ૨૨ સાંસદોની બેઠકોમાં લોકસભા અધ્યક્ષ એ કર્યો ફેરફાર
સંસદમાં ૪૮ સાંસદોની બેઠકોમાં આજથી આવશે બદલાવ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ લોકસભામાં બેઠકોની વ્યવસ્થા માત્ર બેસવાની જગ્યા નથી. તે પક્ષની માન્યતા, ગઠબંધન, સંસદમાં બોલવાનો ક્રમ, પક્ષોની ઓળખ અને રાજકીય સંદેશનો પણ ભાગ હોય છે, તેથી જ્યારે રાજકીય સમીકરણો બદલાય ત્યારે બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવે છે.
ભારતની પ્રથમ લોકસભા (૧૯૫૨)થી લઈને આજ સુધી અનેક વખત રાજકીય પરિસ્થિતિ ઓ બદલાતાં સાંસદો ની બેઠક વ્યવસ્થા માં ફેરફાર કરવામાં આવ્યા છે , આ નિર્ણય લોકસભાના અધ્યક્ષ લે છે.
આજથી શરૂ થતા ચોમાસુ સત્ર માં ૪૮ સાંસદો ની બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે, લોકસભાના ચોમાસુ સત્ર પહેલાં લોકસભા અધ્યક્ષ દ્વારા કેટલીક રાજકીય પાર્ટીઓના સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટીએમસીના ૨૦ બળવાખોર સાંસદોને લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, તેમને હજુ સુધી સત્તાવાર રીતે એનસીપીઆઈ તરીકે માન્યતા આપવામાં આવી નથી, પરંતુ તેઓ અલગ જૂથ તરીકે બેસશે, આવીજ રીતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ૬ સાંસદોના એકનાથ શિંદેની શિવસેના માં વિલીનીકરણ ને મંજૂરી આપવામાં આવી છે, હવે આ સાંસદો શિંદે જૂથ સાથે બેઠક કરશે, ડીએમકેના ૨૨ સાંસદોને કોંગ્રેસ થી અલગ બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, ગઠબંધન સંબંધિત ફેરફારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફેરફારો લોકસભાના આજ થી શરૂ થતા ચોમાસુ સત્રથી અમલમાં આવશે, બેઠક વ્યવસ્થામાં થયેલા આ બદલાવને કારણે સંસદમાં રાજકીય સમીકરણો અને પક્ષોની બેઠકોના ક્રમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.
આમ તો ભારતની પ્રથમ લોકસભા (૧૯૫૨) થી લઈને આજે સુધી અનેક વખત રાજકીય પરિસ્થિતિઓ બદલાતાં સાંસદોની બેઠક વ્યવસ્થા માં ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ એકસાથે ૪૮ સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર થવો નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે અને તેથી આ વિષય ચર્ચામાં છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
