તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
હિન્દી પત્રકારત્વના 200 વર્ષનો સુવર્ણ ઈતિહાસ: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ‘ઉદંત માર્તંડ’ ના માનમાં બહાર પાડી ખાસ સ્મારક ટપાલ ટિકિટ
પત્રકારત્વ એ વ્યવસાય નહીં પણ રાષ્ટ્રીય જાગૃતિની ચળવળ: દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદીનો સંદેશ, હિન્દી પત્રકારત્વના બદલાતા સ્વરૂપ અને નૈતિક મૂલ્યો પર ભાર

નવી દિલ્હી : હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ભવ્ય અને પ્રેરણાદાયી સફરના ઉપલક્ષ્યમાં આજે નવી દિલ્હીમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક અવસરે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રથમ હિન્દી સમાચારપત્ર 'ઉદંત માર્તંડ' ના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને પ્રથમ દિવસનું ખાસ કવર (First Day Cover) લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ સંદેશ વાંચતા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના અધ્યક્ષ રામબહાદુર રાયે જણાવ્યું હતું કે, આ દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર પત્રકારત્વનો નહીં, પરંતુ ભારતની ચેતના, વિચાર અને જનજાગૃતિનો મહોત્સવ છે.
પત્રકારત્વ એટલે રાષ્ટ્ર નિર્માણનું મિશન
કાર્યક્રમને સંબોધતા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, પત્રકારત્વનો ઇતિહાસ એ વાસ્તવમાં ભારતનો જ ઇતિહાસ છે. તેમણે પત્રકારત્વને માત્ર એક વ્યવસાય ગણવાને બદલે તેને 'રાષ્ટ્રીય જાગૃતિની એક જીવંત ચળવળ' ગણાવી હતી. સિંધિયાએ પત્રકારોને માર્ગદર્શન આપતા ભારપૂર્વક કહ્યું કે, યુગ બદલાય, ટેકનોલોજીના માધ્યમો બદલાય કે પ્લેટફોર્મ બદલાય, પરંતુ પત્રકારત્વનું મૂળભૂત કર્તવ્ય અને નૈતિકતા ક્યારેય બદલાવા ન જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારત્વની નિષ્ઠા અતૂટ રહેવી જોઈએ તેવો તેમણે સંદેશ આપ્યો હતો.
ઐતિહાસિક પ્રદર્શન દ્વારા વાગોળાઈ જૂની યાદો
આ અવસરે હિન્દી પત્રકારત્વની બે સદીની સફરને ઉજાગર કરતું એક વિશેષ પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં અગ્રણી હિન્દી અખબારો, લોકપ્રિય સામયિકો અને દેશના ઇતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અગ્રણી સંપાદકોના દુર્લભ ફોટોગ્રાફ્સ અને ઐતિહાસિક દસ્તાવેજોને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં આવનારી પેઢીઓ માટે હિન્દી પત્રકારત્વના ગૌરવશાળી ભૂતકાળને સમજવાની અનોખી તક મળી હતી. આ કાર્યક્રમે પત્રકારત્વ જગતમાં એક નવી ઉર્જા અને ગંભીરતાનો સંચાર કર્યો છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
