<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

લોક અદાલતમાં ચેક બાઉન્‍સ સહિતના ર.૧૦ કરોડ કેસ ઉકેલાયા

દેશભરમાં વર્ષની ત્રીજી લોક અદાલતનું આયોજન થયું મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંતે લોકોને વિવાદનો ઉકેલ લાવવા લોક અદાલતમાં જવા સુચવ્‍યું

 

 

નવી દિલ્‍હી, તા. ૧પ : રાષ્‍ટ્રીય કાનુન સત્તામંડળે વર્ષની ત્રીજી લોક અદાલતનું આયોજન કર્યું હતું. જેના થકી દેશભરની અદાલતો અને ટ્રિબ્‍યુનલ્‍સ કેસ થી વાટાઘાટો અને સમાધાન તરફ વળ્‍યાં છે.જેમાં પરસ્‍પર સંમતિથી ર.૧૦ કરોડથી વધુ કેસનો ઉકેલ લાવવામાં આવ્‍યો છે.

નાલસાના નિવેદન મુજબ ૨૬ રાજ્‍યો અને સાત કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં લોક અદાલત બેંચની સ્‍થાપના કરવામાં આવી હતી. જેમાં ન્‍યાયિક અધિકારીઓ, વકીલો, પેરાલીગલ સ્‍વયંસેવકો, અને હાઇકોર્ટથી તાલકા કોર્ટ સ્‍તર સુધીના અરજદારોનો સમાવેશ થાય છે.

શનિવારે સાંજે ૭ વાગ્‍યા સુધીના આંકડાઓ ધ્‍યાને લઈએ તો કર્ણાટક રાજસ્‍થાન અને દિલ્‍હીને છોડીને ૨,૧૦,૩૯, ૧૧૨ કેસનો ઉકેલ લાવવામાં આવ્‍યો છે.

આ લોક અદાલતમાં ચેક બાઉન્‍સ, મોટર અકસ્‍માત, લગ્ન વિવાદ, નોકરીયાત અને માલિકો વચ્‍ચેના વિવાદ, ગ્રાહકની ફરિયાદ, જમીન સંપાદન, ઉત્તરાધિકારી સબંધી કેસ, નાના વેપારીના કેસો, અને ટ્રાફિક ચલણ સહિતના કેસના ઉકેલ લવાયા છે.

નિવેદનમાં જણાવવામાં આવ્‍યું છે કે ૨.૧૦ કરોડ કેસ માંથી ૧,૯૦,૭૫,૭૪૩ કેસ પ્રિલિટીગેશન હતાં, જેને સીધા લોક અદાલતમાં

રજૂ કરાયા હતાં. જ્‍યારે ૧૯,૬૩,૩૬૯ કેસો પહેલેથી અદાલતમાં પડતર હતાં. કર્ણાટક, રાજસ્‍થાન અને દિલ્‍હીમાં આ આયોજન અનુક્રમે ૧૯ સપ્‍ટેમ્‍બર, ૧૦ ઓકટોબર અને ૨૫ ઓકટોબરના રોજ હાથ ધરાશે.

લોક અદાલત સમક્ષ એક સંદેશમાં મુખ્‍ય ન્‍યાયાધીશ અને નાલસાના પેટ્રન ન્‍યાયાધીશ સૂર્યકાંતે લોકોને વિવાદોના ઉકેલ માટે પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવા જણાવ્‍યું હતું.નાલસાના કાર્યકારી અધ્‍યક્ષ ન્‍યાયાધીશ વિક્રમનાથે જણાવ્‍યું હતું કે આ પધ્‍ધતિ કોર્ટમાં બેકલોગ ઘટાડવામાં મદદ કરે છે.

(12:32 PM IST)