હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓગસ્ટમાં ૨૨% વરસાદની ઘટઃ હવે ક્યારે મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી ?
રાજ્યમાં કેમ વરસાદ પર લાગી છે બ્રેક? કયાં પરિબળોને કારણે વરસાદ પડતો નથી? હવે ક્યારે સારો વરસાદ પડવાની સંભાવના ? : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયા સક્રિય. આ સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા

નવી દિલ્હી તા.૨૫: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે, આગામી પાંચ છ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યમાં કેમ વરસાદ પર લાગી છે બ્રેક, કયાં પરિબળોને કારણે વરસાદ પડતો નથી અને હવે ક્યારે સારે વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલમાં ત્રણ હવામાનની સિસ્ટમની અસર જોવા મળી રહી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. માછીમારો માટે પણ રાહતના સમાચાર છે. આગામી પાંચ દિવસ દરમિયાન દરિયામાં જવા માટે કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. એટલે દરિયાઈ વિસ્તારમાં પણ હાલ ગંભીર હવામાનની સ્થિતિની શક્યતા ઓછી છે.
બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં ૨૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં એકાદ-બે સ્થળે હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ ભારે વરસાદની કોઈ મોટી સિસ્ટમની ચેતવણી નથી. જોકે, સક્રિય ત્રણ સિસ્ટમની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની ખેંચ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ બંગાળનો ઉપસાગર સક્રિય ન થવાને કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. તેમના મતે, બંગાળનો ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા ઓછી છે. ચીન અને જાપાન તરફથી સક્રિય થતી સિસ્ટમો ભેજ ખેંચી રહી છે, જ્યારે પヘમિ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇરાન અને પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો ભેજ ન લાવતા હોવાથી વરસાદ પર પણ તેની અસર પડી રહી છે.
સારો વરસાદ કેમ નથી આવતો? ૮ કારણોથી સમજો - ગુજરાતમાં સારા વરસાદની રાહ જોતા લોકો માટે હાલ નિરાશાજનક સંકેતો મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન મુજબ, ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારા વરસાદ માટેની સ્થિતિ બનવાની શક્યતા ઓછી છે. અલનીનો, MJO, સૂકી હવા, MISO, મસ્કરીન હાઈ-સોમાલી જેટની સ્થિતિ તેમજ બંગાળની ખાડી અને દક્ષિણ ચીન સાગરમાં મજબૂત સિસ્ટમનો અભાવ સહિતના ૮ પરિબળો વરસાદને અસર કરી રહ્યા છે. જોકે IODની સ્થિતિ અનુકૂળ બનતી હોવાથી તે ચોમાસાને થોડું બળ આપી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
