તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 11th August 2026
બેન્ક ઓફ અમેરિકા કર્મચારીઓનું વજન ઘટાડવાની દવા માટે દર વર્ષે ૨૪૦૦ કરોડ રૂપિયા ખર્ચી રહી છે
મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓના વેઇટ-લોસ માટે આ ખર્ચ કરે છે અને એને ઇન્વેસ્ટમેન્ટ માને છે

ન્યુયોર્ક,તા.૧૧: મેદસ્વિતા આખી દુનિયાની સમસ્યા છે અને વજન કાબૂમાં રાખવા માટે અનેક પ્રોડક્ટ્સ માર્કેટમાં ધૂમ મચાવે છે. જોકે બેન્ક ઑફ અમેરિકાના CEO બ્રાયન મોનહાને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમની કંપની પોતાના કર્મચારીઓનું વજન કાબૂમાં રાખવા માટે વેઇટ-લોસ ડ્રગ GLP-1 પાછળ વર્ષે લગભગ ૨૪૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. GLP-1 એટલે ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ-૧ પ્રકારની દવાઓ જે ઓઝેમ્પિક અને વેગોવી બ્રેન્ડ તરીકે વેચાય છે. આ દવાઓની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એનો ખર્ચ અમેરિકાના એમ્પ્લોયર્સને ભારે પડી રહ્યો છે. બ્રાયન મોનહાને કહ્યું હતું કે ‘મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓના વેઇટ-લોસ માટે આ ખર્ચ કરે છે અને એને ઇન્વેસ્ટમેન્ટ માને છે. બેન્ક ઑફ અમેરિકાએ જ પોતાના ૨,૧૧,૦૦૦ કર્મચારીઓના હેલ્થકેર માટે દર વર્ષે બે બિલિયન ડોલર ખર્ચ કર્યા છે. અમે GLP-1 પર લગભગ ૨૫૦ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૨૪૦૦ કરોડ રૂપિયા વાપર્યા છે જે આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં લગભગ નહીંવત્ હતો. મને ખબર છે કે વજન ઓછું કરીને હેલ્ધી થયેલો કર્મચારી કદાચ બેન્કના બિઝનેસમાં ફાયદો કરાવે એ પહેલાં જ નોકરી છોડી દે એવું બની શકે છે, પરંતુ તે વ્યક્તિની હેલ્થ સારી હશે તો દેશ પર સ્વાસ્થ્યલક્ષી ખર્ચનું ઓછું ભારણ આવશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
