News of Sunday, 13th September 2026
જાવા સમુદ્રની જળદુર્ઘટનામાં ર૪૬ લાપતા: પ્રચંડ મોજાં વચ્ચે જહાજ પલટી મારી ગયું : ૬ ના મોત જ્યારે ૧૦૨નો મુસાફરોનો ચમત્કારિક બચાવ
સુરાબાયાથી બંજરમાસિન જતી 'વિર્ગો ટ્રાન્સપોર્ટ ૮' ફેરી ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત; ઇન્ડોનેશિયન એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે વ્યાપક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

જકાર્તા: ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં શનિવાર અને રવિવારની વચ્ચે સર્જાયેલી એક ગંભીર જળદુર્ઘટનામાં સુરાબાયાથી સાઉથ કાલીમંતનના બંજરમાસિન તરફ ૨૪૩ મુસાફરોને લઈને જઈ રહેલી 'વિર્ગો ટ્રાન્સપોર્ટ ૮' નામની પેસેન્જર ફેરી અચાનક ખરાબ હવામાન અને ઊંચી લહેરોની ઝપેટમાં આવીને લાપતા થઈ ગઈ હતી, જેમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે જ્યારે ૧૦૨ મુસાફરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને બાકીના લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.
ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં રવિવારે એક મોટી જળદુર્ઘટના સર્જાઈ છે. સુરાબાયાથી બાંજરમાસિન જઈ રહેલું વિર્ગો ટ્રાન્સપોર્ટ આઠ નામનું મુસાફર જહાજ ખરાબ હવામાન અને ઊંચાં મોજાં વચ્ચે પલટી જઈને ડૂબી ગયું છે.
સત્તાવાર મુસાફર યાદી પ્રમાણે જહાજમાં બસો તેતાલીસ લોકો સવાર હતા. તેમાં બસો તેર મુસાફરો અને ત્રીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. બચાવદળોએ અત્યાર સુધીમાં એકસો બે લોકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે એક મૃતદેહ મળ્યો છે. આશરે એકસો ચાલીસ લોકોનો હજુ પત્તો લાગ્યો નથી.
પ્રારંભિક માહિતી પ્રમાણે જહાજ બાંજરમાસિનથી આશરે એકસો અડતાલીસ કિલોમીટર દૂર હતું ત્યારે સમુદ્રમાં લગભગ ત્રણ મીટર ઊંચાં મોજાં ઊછળી રહ્યાં હતાં. જહાજ એક તરફ નમવા લાગતાં તેના ચાલકે મદદનો સંદેશ મોકલ્યો હતો. ત્યારબાદ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
શોધ અને બચાવ કામગીરી માટે અનેક જહાજો તથા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યાં છે. ખરાબ હવામાન અને તોફાની સમુદ્રને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. અધિકારીઓએ મુસાફર યાદીની સંખ્યા બદલાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે.
આ જહાજમાં કોઈ ભારતીય નાગરિક હતો કે નહીં તેની હજી પુષ્ટિ થઈ નથી.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
