<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષઃ ૭ ઓક્‍ટોબર ૨૦૦૧થી ૭ ઓક્‍ટોબર ૨૦૨૬

સંઘના કાર્યકરથી ગુજરાતના મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધીની સફર ૨૦૦૧ થી ૨૦૨૬ સુધીની સેવા, સંઘર્ષ, અગ્નિપરીક્ષાઓ, ચૂંટણી વિજય, નિર્ણયો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્‍તરે બદલાતી નેતૃત્‍વની ભૂમિકા

સંઘના કાર્યકરથી રાજકારણના કેન્‍દ્ર સુધીનો પાયો, ૨૦૦૧.... પહેલી મોટી અગ્નિપરીક્ષા ગુજરાતના મુખ્‍યમંત્રી, ભૂકંપ પછીનું ગુજરાત  પુનઃનિર્માણથી નવી વિકાસ દિશા સુધી, ૨૦૦૨...ગોધરા અને ગુજરાત રમખાણો સૌથી કઠિન રાજકીય અગ્નિપરીક્ષા, ૨૦૦૨ની ચૂંટણી પ્રથમ લોકમતની કસોટી, ૨૦૦૨ થી ૨૦૦૭  વિકાસને રાજકીય ઓળખ બનાવવાનો તબક્કો, ૨૦૦૭ અને ૨૦૧૨ સતત ચૂંટણી વિજય અને ‘ગુજરાત મોડલ', ૨૦૦૮ આતંકવાદ સામે બીજી મોટી કસોટી, ૨૦૧૩...૨૦૧૪ ગુજરાત થી દિલ્‍હી તરફની ઐતિહાસિક કૂચ, ૨૬ મે ૨૦૧૪  ગુજરાતના મુખ્‍યમંત્રીથી ભારતના વડાપ્રધાન, મોદી ૧.૦  નવી સરકાર, નવી નીતિ ઓ અને ‘ન્‍યૂ ઈન્‍ડિયા'નો નેરેટિવ, નોટ બંધી અને જીએસટી મોટા નિર્ણયો, મોટો વિવાદ, ૨૦૧૯ બીજી વખત પૂર્ણ બહુમતી મોદી ૨.૦, મોદી ૨.૦ મોટા બંધારણીય અને રાજકીય નિર્ણયો, રામ મંદિર થી નવો સાંસ્‍કૃતિક અધ્‍યાય, કોવિડ-૧૯ ૨૫ વર્ષ ની સૌથી મોટી વૈશ્વિક અગ્નિપરીક્ષા, આત્‍મનિર્ભર ભારત અને ‘મેક ઇન ઈન્‍ડિયા', વિદેશનીતિ ભારત ને વૈશ્વિક મંચના કેન્‍દ્રમાં લાવવાનો પ્રયાસ, ડિફેન્‍સ અને રાષ્ટ્રીય સુરક્ષા  સર્જિકલ સ્‍ટ્રાઈકથી નવી સુરક્ષા નીતિ સુધી, ડિજિટલ ઈન્‍ડિયા મોબાઇલથી બદલાતું અર્થતંત્ર, ગરીબી, કલ્‍યાણ અને ‘સેચ્‍યુરેશન' નો અભિગમ, મહિલા, યુવા અને ખેડૂતઃ રાજકીય નીતિનો નવો કેન્‍દ્રબિંદુ, ૨૦૨૪  ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો જનાદેશ, મોદી ૩.૦  બહુમતીથી ગઠબંધન સરકાર સુધી, ૧૦ જૂન ૨૦૨૬  નેહરુ નો સતત વડાપ્રધાનપદનો રેકોર્ડ પાર, ૨૫ વર્ષ ૨૫ મોટી અગ્નિપરીક્ષાઓ, ગુજરાતથી દિલ્‍હી સુધી એક સતત રાજકીય મોડલ, ૨૫ વર્ષનું સૌથી મોટું રાજકીય મૂલ્‍યાંકન સતત જનાદેશ, નરેન્‍દ્રભાઈની સત્તાની સફર ૨૦૦૧ થી ૨૦૨૬નો સાર, સંઘનો કાર્યકર, ભાજપનો સંગઠનકાર, ગુજરાતનો મુખ્‍યમંત્રી, વિકાસ ના મોડલ નો પ્રચારક, વિવાદોના કેન્‍દ્રમાં રહેલો નેતા, ૨૦૧૪ નો બહુમતી વડાપ્રધાન, ૨૦૧૯ નો વધુ મજબૂત વડાપ્રધાન અને ૨૦૨૪નો ગઠબંધન સરકારના નેતા એટલે નરેન્‍દ્રભાઈ

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે ૭ ઓક્‍ટોબર ૨૦૨ના રોજ  સરકારના વડા તરીકે જાહેર જીવન માં ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે , ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્‍યાર થી તેમની યાત્રા સતત રાજ્‍ય અને રાષ્ટ્રીય સત્તાના કેન્‍દ્રમાં રહી છે,  ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે લગભગ ૧૩ વર્ષ અને મે ૨૦૧૪ થી ભારતના વડાપ્રધાન તરીકે સતત ત્રીજા કાર્યકાળ સુધી ની આ સફર ભારતીય રાજકારણ ના સૌથી લાંબા અને સૌથી વધુ ચર્ચિત રાજકીય અધ્‍યાયોમાંની એક બની છે.

આ ૨૫ વર્ષની યાત્રાને માત્ર સત્તામાં રહેલા વર્ષો તરીકે જોવી પૂરતી નથી ,  આ સમયગાળામાં કુદરતી આફતો, રમખાણો, આતંકવાદ, રાજકીય વિરોધ, આર્થિક પડકારો, વૈશ્વિક મહામારી, યુદ્ધો, ચૂંટણી ની અગ્નિપરીક્ષા ઓ અને નીતિગત વિવાદો વચ્‍ચે નરેન્‍દ્રભાઈ મોદી એ પોતાની રાજકીય અને વહીવટી શૈલી વિકસાવી છે.

સંઘના કાર્યકરથી રાજકારણના કેન્‍દ્ર સુધીનો પાયો

નરેન્‍દ્રભાઈ મોદી નો રાજકીય પ્રવાસ સીધો સત્તાના શિખરથી શરૂ થયો નહોતો, વડનગરના સામાન્‍ય પરિવાર માંથી આવેલા મોદી એ નાની ઉંમરથી જ સંગઠન અને જાહેર જીવન સાથે જોડાણ બનાવ્‍યું ,  રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે ના તેમના લાંબા સંગઠનાત્‍મક કાર્ય કાળે તેમની રાજકીય વિચારસરણી, સંગઠન ક્ષમતા અને ચૂંટણી વ્‍યવસ્‍થાપનની પદ્ધતિ ને આકાર આપ્‍યો.    

ભાજપના સંગઠન સાથે જોડાયા બાદ તેમણે ગુજરાતથી લઈને રાષ્ટ્રીય સ્‍તર સુધી સંગઠનાત્‍મક જવાબદારીઓ સંભાળી,  ૧૯૯૦ ના દાયકા માં ભાજપની વિવિધ રથયાત્રાઓ અને ચૂંટણી અભિયાનોમાં તેમની ભૂમિકા રહી, ૧૯૯૫માં ગુજરાતમાં ભાજપને સત્તા અપાવવામાં સંગઠનાત્‍મક વ્‍યૂહરચના માં તેમની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહી હોવા નું તેમના રાજકીય જીવન ના વર્ણનો માં નોંધાય છે, ત્‍યાર બાદ તેઓ રાષ્ટ્રીય સંગઠનમાં ગયા અને ઉત્તર ભારત સહિત વિવિધ રાજ્‍યોમાં ભાજપની ચૂંટણી વ્‍યૂહરચના માં કામ કર્યું , આ સંગઠનાત્‍મક તબક્કો જ આગળ જઈને તેમના માટે મુખ્‍યમંત્રી અને ત્‍યારબાદ વડાપ્રધાન બનવાનો રાજકીય પાયો બન્‍યો.

૨૦૦૧ પહેલી મોટી અગ્નિપરીક્ષા ગુજરાતના મુખ્‍યમંત્રી

ભૂકંપ, દુષ્‍કાળ, રાજકીય અસ્‍થિરતા વચ્‍ચે મળ્‍યું ગુજરાતનું નેતૃત્‍વ

૭ ઓક્‍ટોબર ૨૦૦૧ના રોજ નરેન્‍દ્રભાઈ મોદી એ પ્રથમ વખત ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા, તે સમયે ગુજરાત માટે પરિસ્‍થિતિ સરળ નહોતી,  ૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧ ના કચ્‍છ ના વિનાશક ભૂકંપ પછી પુનઃનિર્માણ નો વિશાળ પડકાર હતો , અગાઉના વર્ષોમાં દુષ્‍કાળ, સુપર સાયક્‍લોન અને રાજકીય અસ્‍થિરતા જેવી સમસ્‍યાઓ પણ રાજ્‍ય સામે હતી.

મોદી માટે આ રાજકીય જીવનની પ્રથમ મોટી વહીવટી અગ્નિપરીક્ષા હતી, સંગઠન ના અનુભવી કાર્યકર તરીકેની ભૂમિકામાંથી તેઓ અચાનક સમગ્ર રાજ્‍યના વહીવટના વડા બન્‍યા , તેમની સામે એક સાથે બે પ્રશ્નો હતા ,ગુજરાત ને ફરી ઊભું કરવું અને ભાજપને ફરી રાજકીય રીતે મજબૂત બનાવવું.

ભૂકંપ પછીનું ગુજરાતઃ પુનઃનિર્માણથી

નવી વિકાસ દિશા સુધી

કચ્‍છના ભૂકંપ પછી માત્ર મકાનો નું પુનઃનિર્માણ જ નહીં પરંતુ સમગ્ર વિસ્‍તારો ને ફરી ઊભા કરવાની જરૂર હતી , વહીવટી તંત્ર ને ઝડપી નિર્ણય, પુનર્વસન અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ તરફ દોરવામાં આવ્‍યું , પાણીની સમસ્‍યા પણ ગુજરાતના વિકાસના કેન્‍દ્રમાં આવી , ચેકડેમ, કેનાલ, પાણી સંરક્ષણ અને નર્મદા આધારિત પાણી વ્‍યવસ્‍થાને આગળ વધારવાના પ્રયાસો થયા , ૨૦૨૬માં પ્રકાશિત થયેલા સરકારી વિશેષ અહેવાલ મુજબ ગુજરાત માં ૧.૮ લાખ થી વધુ ચેક ડેમોના નિર્માણ અને સુજલામラસુફલામ તથા સૌની જેવી યોજના ઓ દ્વારા પાણી સુરક્ષા ની દિશા માં કામ કરવામાં આવ્‍યું,  નર્મદા ડેમ ૨૦૧૭ માં તેની પૂર્ણ ઊંચાઈએ પહોંચ્‍યો અને સરકારી અહેવાલ મુજબ ૯,૦૦૦થી વધુ ગામો તથા ૧૭૦ શહેરો/નગરો ને પીવાના પાણીનો લાભ મળ્‍યો.

આ સમયગાળામાં ‘વિકાસ મોડલ' શબ્‍દ ગુજરાત ના રાજકીય વર્ણન માં વધુ પ્રચલિત બન્‍યો.

૨૦૦૨ ગોધરા અને ગુજરાત રમખાણો  સૌથી કઠિન રાજકીય અગ્નિપરીક્ષા

નરેન્‍દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જાહેર જીવનમાં ૨૦૦૨નો સમય સૌથી વધુ વિવાદાસ્‍પદ અને કઠિન અધ્‍યાયોમાં નો એક રહ્યો.

ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરા ખાતે સાબરમતી એક્‍સપ્રેસના કોચ માં આગની ઘટના બાદ ગુજરાતમાં વ્‍યાપક સામ્‍પ્રદાયિક હિંસા ફાટી નીકળી , મોટી સંખ્‍યામાં લોકોના મૃત્‍યુ થયા અને રાજ્‍ય સરકારની કામગીરીને લઈને દેશ-વિદેશમાં ભારે ટીકા થઈ  મુખ્‍યમંત્રી તરીકે શ્રી મોદી પર રાજકીય અને નૈતિક જવાબદારી અંગે ભારે પ્રશ્નો ઊભા થયા, બીજી તરફ, શ્રી મોદીના સમર્થકો દ્વારા તેમના શાસનકાળમાં કાયદો અને વ્‍યવસ્‍થા તથા વિકાસ પર ભાર મૂકાયો હોવાનો દાવો કરવામાં આવ્‍યો, આ ઘટના તેમના રાજકીય જીવન પર લાંબા સમય સુધી અસર કરતી રહી અને ૨૫ વર્ષની યાત્રામાં આ સમયગાળો સૌથી મોટી રાજકીય-નૈતિક અગ્નિપરીક્ષાઓમાં ગણાય છે.

૨૦૦૨ની ચૂંટણી  પ્રથમ લોકમતની કસોટી

૨૦૦૨ માં વિધાનસભા ભંગ કરી ને નરેન્‍દ્રભાઈ મોદીએ ફરી જનતા સમક્ષ જવાનો નિર્ણય કર્યો ,  ડિસેમ્‍બર ૨૦૦૨ની ચૂંટણી માં ભાજપે ૧૮૨માં થી ૧૨૭ બેઠકો જીતી અને આશરે ૪૯.૮૫ ટકા મત મેળવ્‍યા, આ પરિણામે શ્રી મોદીને ગુજરાત માં મજબૂત રાજકીય જનમત મળ્‍યો.

આ ચૂંટણી પછી મોદી નું રાજકીય સ્‍થાન ગુજરાત માં વધુ મજબૂત બન્‍યું અને વિકાસ, વહીવટ તથા રાજકીય સ્‍થિરતા તેમના શાસન ની મુખ્‍ય ઓળખ બનવા લાગી.

૨૦૦૨ થી ૨૦૦૭  વિકાસ ને રાજકીય ઓળખ બનાવવા નો તબક્કો શ્રી મોદીના બીજા તબક્કામાં ગુજરાત માં ઉદ્યોગ, રોકાણ, રસ્‍તા, વીજળી, પાણી, કૃષિ અને વહીવટી સુધારા ને રાજકીય એજન્‍ડા ના કેન્‍દ્રમાં રાખવામાં આવ્‍યા.

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાત ને રોકાણ માટે નું કેન્‍દ્ર બનાવવા નો પ્રયાસ થયો ,  ઉદ્યોગપતિ ઓ અને રોકાણકારો સાથે સીધો સંવાદ મોદી ની રાજકીય-વહીવટી શૈલી નો મહત્‍વનો ભાગ બન્‍યો, જ્‍યોતિગ્રામ જેવી વીજળી સંબંધિત પહેલ, કૃષિ મહોત્‍સવ, પાણી સંરક્ષણ અને ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી વીજળી-પાણી પહોંચાડવા ના પ્રયાસો દ્વારા વિકાસ ની રાજકીય છબી વધુ મજબૂત થઈ.

૨૦૦૭ અને ૨૦૧૨ સતત ચૂંટણી વિજય અને ‘ગુજરાત મોડલ'

૨૦૦૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માં ભાજપે ૧૧૭ બેઠકો જીતી , ત્‍યારબાદ ૨૦૧૨ માં ભાજપે ફરી ૧૧૫ બેઠકો મેળવી અને મોદી સતત ત્રીજી વખત ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા.

આ તબક્કે નરેન્‍દ્રભાઈ મોદી માત્ર ગુજરાત ના મુખ્‍યમંત્રી નહોતા રહ્યા , તેઓ રાષ્ટ્રીય રાજકારણ માં ભાજપ ના સંભવિત રાષ્ટ્રીય નેતા તરીકે જોવામાં આવવા લાગ્‍યા , ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ, કૃષિ વિકાસ, રોકાણ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને કેન્‍દ્રમાં રાખીને બનાવવામાં આવેલું ‘ગુજરાત મોડલ' ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી માં ભાજપ ના મુખ્‍ય રાજકીય નેરેટિવ માં પરિવર્તિત થયું.

૨૦૦૮ આતંકવાદ સામે બીજી મોટી કસોટી

સપ્‍ટેમ્‍બર ૨૦૦૨માં અક્ષરધામ હુમલો અને જુલાઈ ૨૦૦૮માં અમદાવાદ માં શ્રેણીબદ્ધ બોમ્‍બ વિસ્‍ફોટો ગુજરાતની સુરક્ષા વ્‍યવસ્‍થાની મોટી કસોટી બન્‍યા , ૨૦૦૮ માં અમદાવાદ માં ૭૦ મિનિટની અંદર ૨૧ બોમ્‍બ વિસ્‍ફોટ થયા હતા, ત્‍યાર બાદ રાજ્‍યમાં સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત બનાવાઈ, આ ઘટનાઓએ વિકાસ સાથે સુરક્ષાને પણ ગુજરાત સરકાર ના એજન્‍ડા માં વધુ મહત્‍વ નું સ્‍થાન આપ્‍યું.

૨૦૧૩-૨૦૧૪ ગુજરાત થી દિલ્‍હી તરફ ની ઐતિહાસિક કૂચ

૨૦૧૩માં ભાજપે નરેન્‍દ્રભાઈ મોદીને લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કર્યા , ત્‍યાર બાદ શરૂ થયું દેશવ્‍યાપી રાજકીય અભિયાન.

શ્રી મોદી એ ‘વિકાસ', ‘સુશાસન', ‘ભ્રષ્ટાચાર સામે લડત', ‘મજબૂત સરકાર' અને ‘સબકા સાથ, સબકા વિકાસ' જેવા સંદેશા ઓ સાથે ચૂંટણી અભિયાન ચલાવ્‍યું., ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માં ભાજપે ૨૮૨ બેઠકો જીતી અને પૂર્ણ બહુમતી મેળવી , ત્રણ દાયકા થી વધુ સમય પછી કોઈ એક પક્ષને લોકસભા માં પૂર્ણ બહુમતી મળવાની આ ઐતિહાસિક ઘટના હતી.

૨૬ મે ૨૦૧૪  ગુજરાત ના મુખ્‍યમંત્રી થી ભારત ના વડાપ્રધાન ૨૬ મે ૨૦૧૪,ના રોજ રાષ્ટ્રપતિ ભવન માં નરેન્‍દ્રભાઈ મોદી એ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા, ગુજરાતના ૧૩ વર્ષના મુખ્‍યમંત્રી પદ પછી તેઓ રાષ્ટ્રીય શાસનના કેન્‍દ્રમાં આવ્‍યા.

તેમની સામે હવે ગુજરાત કરતાં અનેક ગણો મોટો પડકાર હતો વિવિધ ભાષા, પ્રદેશ, જાતિ, ધર્મ, અર્થતંત્ર અને સામાજિક પરિસ્‍થિતિ ધરાવતા સમગ્ર દેશ નું શાસન.

શ્રી મોદી ૧.૦ નવી સરકાર, નવી નીતિ ઓ અને ‘ન્‍યૂ ઈન્‍ડિયા'નો નેરેટિવ ૨૦૧૪ થી ૨૦૧૯ નો પ્રથમ કાર્યકાળ મોટા નીતિગત ફેરફારો માટે ઓળખાયો, જનધન યોજના દ્વારા બેંકિગ થી બહાર રહેલા લોકોને નાણાકીય વ્‍યવસ્‍થા માં જોડવાનો પ્રયાસ થયો , સ્‍વચ્‍છ ભારત મિશન દ્વારા સ્‍વચ્‍છતા અને શૌચાલય ને રાષ્ટ્રીય અભિયાન બનાવાયું ,  ઉજ્‍જ્‍વલા યોજના દ્વારા ગરીબ પરિવારો સુધી એલપીજી કનેક્‍શન પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું ,

ડાયરેક્‍ટ બેનેફિટ ટ્રાન્‍સફર દ્વારા સરકારી સહાય સીધી લાભાર્થી સુધી પહોંચાડવા ની વ્‍યવસ્‍થા વિસ્‍તરી. ૨૦૨૬ ના સરકારી અહેવાલમાં ડીબીટી ને મધ્‍યસ્‍થી ઓ ઘટાડવા, પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા ના મહત્‍વ ના સાધન તરીકે રજૂ કરવામાં આવ્‍યું છે.

નોટબંધી અને જીએસટી મોટા નિર્ણયો, મોટો વિવાદ

નવેમ્‍બર ૨૦૧૬ માં રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટો નું ચલણ રદ કરવા નો નિર્ણય લેવાયો , સરકાર તરફ થી કાળા નાણાં, નકલી નોટો અને આતંકવાદી ફંડિગ સામે કાર્યવાહી તથા ડિજિટલ અર્થતંત્ર ને પ્રોત્‍સાહન જેવા હેતુઓ રજૂ થયા.

પરંતુ નોટ બંધી ના અમલ ને કારણે સામાન્‍ય નાગરિકો, નાના વેપારી ઓ અને અનૌપચારિક ક્ષેત્ર સામે તાત્‍કાલિક મુશ્‍કેલી ઓ ઊભી થઈ , તેની આર્થિક અસર અને હેતુ ઓ અંગે લાંબા સમય સુધી રાજકીય અને આર્થિક ચર્ચા ચાલી.

૨૦૧૭માં જીએસટી અમલ માં આવ્‍યું , વિવિધ પરોક્ષ કરો ને એકીકૃત કરવા ની દિશામાં આ મોટું માળખાકીય પરિવર્તન હતું , શરૂઆત ના તબક્કા માં વેપારી ઓ અને ઉદ્યોગો ને ટેક્રિકલ તથા અનુ પાલન સંબંધિત મુશ્‍કેલી ઓ પણ પડી.

૨૦૧૯ બીજી વખત પૂર્ણ બહુમતી  મોદી ૨.૦

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૫૪૩માંથી ૩૦૩ બેઠકો જીતી, ૨૦૧૪ ની સરખામણી માં ભાજપ ની બેઠકો માં વધારો થયો અને નરેન્‍દ્ર મોદી ને સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો જનાદેશ મળ્‍યો , આ પરિણામને પગલે મોદીનું નેતૃત્‍વ માત્ર ભાજપનું નહીં પરંતુ ભારતીય રાષ્ટ્રીય રાજકારણનું સૌથી પ્રબળ કેન્‍દ્ર બની ગયું.

મોદી ૨.૦: મોટા બંધારણીય અને રાજકીય નિર્ણયો

બીજા કાર્યકાળ ની શરૂઆત માં જ જમ્‍મુ-કાશ્‍મીર સાથે સંબંધિત ઐતિહાસિક નિર્ણય લેવાયો , ઓગસ્‍ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ ની વિશેષ જોગવાઈ ઓ દૂર કરવામાં આવી અને રાજ્‍ય નું પુનર્ગઠન કરીને જમ્‍મુ-કાશ્‍મીર તથા લદ્દાખ એમ બે કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવાયા, આ નિર્ણયને ભાજપે રાષ્ટ્રીય એકીકરણ અને સુરક્ષાની દિશા માં ઐતિહાસિક પગલું ગણાવ્‍યું, જ્‍યારે વિરોધ પક્ષો અને કેટલાક કાશ્‍મીરી રાજકીય નેતાઓ એ બંધારણીય પ્રક્રિયા, રાજ્‍ય ના દરજ્‍જા અને નાગરિક અધિકારો અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્‍યા.

આ રીતે ૨૦૧૯ પછીનું શ્રી મોદી શાસન વિકાસ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદ ના મુદ્દા ઓ પર પણ વધુ કેન્‍દ્રિત બન્‍યું.

રામ મંદિરથી નવો સાંસ્‍કૃતિક અધ્‍યાય

અયોધ્‍યા રામ જન્‍મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નવેમ્‍બર ૨૦૧૯ના ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ નો માર્ગ ખુલ્‍યો,  ૫ ઓગસ્‍ટ ૨૦૨૦ ના રોજ ભૂમિપૂજન અને ૨૨ જાન્‍યુઆરી ૨૦૨૪ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રાષ્ટ્રીય રાજકારણ અને ભારતીય સાંસ્‍કૃતિક ચર્ચામાં ઐતિહાસિક ઘટનાઓ બની, મોદી સરકાર ના ‘વિકાસ સાથે વિરાસત' અભિગમ માં કાશી વિશ્વનાથ ધામ, મહાકાલ લોક, નવા સંસદ ભવન અને કર્તવ્‍ય પથ જેવા પ્રોજેક્‍ટ્‍સ નો પણ સમાવેશ થયો.

કોવિડ-૧૯ ...૨૫ વર્ષ ની સૌથી મોટી વૈશ્વિક અગ્નિપરીક્ષા

૨૦૨૦માં કોરોના મહામારી શરૂ થતાં ભારત સામે સ્‍વતંત્ર ભારતના ઇતિહાસ ની સૌથી મોટી જાહેર આરોગ્‍ય અને આર્થિક કટોકટી ઓમાં થી એક ઊભી થઈ , લોકડાઉન, આરોગ્‍ય માળખું, ઓક્‍સિજન, વેન્‍ટિલેટર, દવાઓ, રસીકરણ અને કરોડો લોકો સુધી ખાદ્ય સહાય પહોંચાડવાનો વિશાળ પડકાર હતો, ભારતમાં મોટા પાયે કોવિડ રસીકરણ અભિયાન હાથ ધરાયું અને ભારતે પોતે રસી ઉત્‍પાદન કરીને અન્‍ય દેશોને પણ રસી અને દવા ઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો.

પરંતુ બીજી લહેર દરમિયાન ઓક્‍સિજનની અછત, હોસ્‍પિટલો માં બેડની અછત અને મૃત્‍યુના વધેલા આંકડાઓએ સરકારની તૈયારી અને મહામારી વ્‍યવસ્‍થાપન અંગે ગંભીર પ્રશ્નો પણ ઊભા કર્યા.

આત્‍મનિર્ભર ભારત અને ‘મેક ઇન ઈન્‍ડિયા'

કોરોના પછી અર્થતંત્ર ને ફરી ગતિ આપવા માટે આત્‍મનિર્ભર ભારત અને ઉત્‍પાદન આધારિત વિકાસ પર ભાર મૂકાયો , મોબાઇલ ફોન, ઇલેક્‍ટ્રોનિક્‍સ, સેમિકન્‍ડક્‍ટર, ડિફેન્‍સ ઉત્‍પાદન, ડ્રોન, સોલાર એનર્જી અને નવી ટેક્રોલોજી ના ક્ષેત્રો માં ભારત માં ઉત્‍પાદન વધારવાના પ્રયાસો થયા.

સરકારે ઉત્‍પાદન સાથે રોજગાર અને વૈશ્વિક સપ્‍લાય ચેઇન માં ભારત ની ભૂમિકા વધારવા નું લક્ષ્ય રાખ્‍યું.

વિદેશનીતિ ભારતને વૈશ્વિક મંચના કેન્‍દ્રમાં લાવવાનો પ્રયાસ

૨૦૧૪ પછી મોદી ના શાસન ની એક મોટી ઓળખ ભારતની સક્રિય વિદેશનીતિ બની , શ્રી નરેન્‍દ્ર મોદી સરકારની વિદેશ નીતિમાં ‘પાડોશી પ્રથમ' નીતિ, ‘પૂર્વ તરફ સક્રિય નીતિ', ‘પ્રદેશ ના સૌ માટે સુરક્ષા અને વિકાસ', ‘વૈશ્વિક દક્ષિણ' અને ‘સમગ્ર વિશ્વ એક પરિવાર છે' જેવા અભિગમોને વિશેષ મહત્‍વ આપવામાં આવ્‍યું છે.''આ ઉપરાંત ભારતે પડોશી દેશો, ઇન્‍ડો-પેસિફિક, આફ્રિકા, પヘમિ એશિયા, અમેરિકા, યુરોપ અને રશિયા સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, ૨૦૧૭ માં ભારત-અમેરિકા-જાપાન-ઓસ્‍ટ્રેલિયા ના ક્‍વાડ ને વ્‍યૂહાત્‍મક રીતે વધુ મહત્‍વ મળ્‍યું , ૨૦૨૩માં ભારતે જી ૨૦નું અધ્‍યક્ષપદ સંભાળ્‍યું અને નવી દિલ્‍હી જી ૨૦ સમિટે ભારત ની વૈશ્વિક રાજદ્વારી ક્ષમતા નું પ્રદર્શન કર્યું.

આ ઉપરાંત ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલો દ્વારા વૈશ્વિક સ્‍તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, સાથે જ ‘વૈશ્વિક દક્ષિણ'ના દેશોના હિતો અને તેમની સમસ્‍યાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂતી થી રજૂ કરવા માં  સક્રિય ભૂમિકા ભજવી.

ડિફેન્‍સ અને રાષ્ટ્રીય સુરક્ષા સર્જિકલ સ્‍ટ્રાઈકથી નવી સુરક્ષા નીતિ સુધી

૨૦૧૬ની સર્જિકલ સ્‍ટ્રાઈક અને ૨૦૧૯ ની બાલાકોટ એરસ્‍ટ્રાઈક બાદ મોદી સરકારની સુરક્ષા નીતિ માં આતંકવાદ સામે વધુ આક્રમક અભિગમ જોવા મળ્‍યો.

સાથે સાથે સંરક્ષણ ઉત્‍પાદનમાં આત્‍મનિર્ભરતા, સ્‍થાનિક ઉત્‍પાદન, મિસાઇલ અને ડ્રોન ટેક્રોલોજી તથા ડિફેન્‍સ એક્‍સપોર્ટ વધારવા પર ભાર મૂકાયો, ૨૦૨૬ ના કેબિનેટ ના સત્તાવાર ઠરાવમાં રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી અને ઓપરેશન સિદૂર સહિતની કાર્યવાહીનો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે.

ડિજિટલ ઈન્‍ડિયા મોબાઇલ થી બદલાતું અર્થતંત્ર

શ્રી મોદી યુગની સૌથી મોટી પરિવર્તન કારી બાબતો માં ડિજિટલ પેમેન્‍ટ અને ડિજિટલ ગવર્નન્‍સ નો સમાવેશ થાય છે, આધાર, જનધન અને મોબાઇલના સંયોજન થી ડીબીટીનું માળખું મજબૂત બન્‍યું. ત્‍યારબાદ યુપીઆઈ ભારતના ડિજિટલ પેમેન્‍ટ ક્રાંતિ નું પ્રતીક બન્‍યું.

આજે ભારત નો ડિજિટલ પેમેન્‍ટ મોડલ વિશ્વ ના અનેક દેશો માં ચર્ચાનો વિષય છે , સરકારી દાવા મુજબ ડિજિટલ વ્‍યવસ્‍થા એ લાભાર્થી સુધી સરકારી સહાય પહોંચાડવા માં મધ્‍યસ્‍થી ઓ ઘટાડવામાં મદદ કરી છે.

ગરીબી, કલ્‍યાણ અને ‘સેચ્‍યુરેશન'નો અભિગમ

મોદી સરકાર,ના શાસન,માં ગરીબ કલ્‍યાણ યોજનાઓનો વિશાળ વિસ્‍તાર થયો, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્‍જ્‍વલા, જનધન, આયુષ્‍માન ભારત, જલ જીવન મિશન, સ્‍વચ્‍છ ભારત અને મફત અનાજ જેવી યોજનાઓ દ્વારા મૂળભૂત સુવિધા ઓ ને રાજકીય એજન્‍ડા ના કેન્‍દ્ર માં રાખવામાં આવી , ૨૦૨૬રુના કેબિનેટ ઠરાવમાં સરકારના આંકડા મુજબ ૨૫ કરોડ થી વધુ લોકો ગરીબી રેખા માં થી બહાર આવ્‍યા હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે તથા ૮૦ કરોડ થી વધુ લોકોને મફત રાશન અને ૬૦ કરોડથી વધુ ગરીબ લોકોને મફત સારવારની સુવિધાનો ઉલ્‍લેખ છે ,  આ આંકડા ઓ સરકારના સત્તાવાર મૂલ્‍યાંકન તરીકે જોવાના છે.

મહિલા, યુવા અને ખેડૂતઃ રાજકીય નીતિનો નવો કેન્‍દ્રબિંદુ

મહિલા ઓ માટે ઉજ્‍જ્‍વલા, સ્‍વસહાય જૂથો અને ‘લખપતિ દીદી' જેવા કાર્યક્રમો આગળ વધારવામાં આવ્‍યા, ૨૦૨૩ માં સંસદ દ્વારા નારી શક્‍તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્‍યો, જેમાં લોકસભા અને રાજ્‍ય વિધાન સભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.

ખેડૂતો માટે પીએમ કિસાન જેવી સીધી આવક સહાય યોજનાઓ શરૂ થઈ, બીજી તરફ ૨૦૨૦ના કૃષિ કાયદા ઓ સામે ખેડૂતો ના લાંબા આંદોલન અને ત્‍યાર બાદ ૨૦૨૧માં તે કાયદા ઓ પાછા ખેંચવાનો નિર્ણય મોદી સરકાર માટે મોટી રાજકીય અગ્નિપરીક્ષા બની રહ્યો.

૨૦૨૪ ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો જનાદેશ

૨૦૨૪ ની લોકસભા ચૂંટણી નરેન્‍દ્ર ભાઈ મોદીના રાજકીય જીવન ની એક અલગ પ્રકારની પરીક્ષા હતી, ભાજપને આ વખતે ૨૪૦ બેઠકો મળીએટલે કે ૨૭૨ની બહુમતીથી ઓછી, જોકે એનડીએ ને સાથી પક્ષો ના સમર્થન સાથે સરકાર બનાવવાની પૂરતી સંખ્‍યા મળી.

૭ જૂન ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિ એ એનડીએ પાસે બહુમતી સમર્થન હોવા નું સ્‍વીકારી નરેન્‍દ્ર મોદી ને સરકાર રચવા આમંત્રણ આપ્‍યું.

૯ જૂન ૨૦૨૪ ના રોજ નરેન્‍દ્ર મોદી એ ત્રીજી વખત સતત વડાપ્રધાન તરીકે શપથ લીધા.

આ સાથે તેઓ જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ લોકસભા ચૂંટણી માં વડાપ્રધાન તરીકે સરકાર રચનારા નેતા બન્‍યા.

મોદી ૩.૦ બહુમતીથી ગઠબંધન સરકાર સુધી

ત્રીજા કાર્યકાળે શ્રી મોદી સામે નવી રાજકીય પરિસ્‍થિતિ ઊભી થઈ.

૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપ પાસે પોતાનું પૂર્ણ બહુમતી નું સંખ્‍યાબળ હતું, જ્‍યારે ૨૦૨૪માં સરકાર એનડીએના સાથી પક્ષોના સહયોગ થી બની.

આથી મોદી ૩.૦ માં ગઠબંધન સંકલન, સહમતી આધારિત નિર્ણય, પ્રાદેશિક પક્ષો ની અપેક્ષા ઓ અને વિકાસ ની ગતિ જાળવવા નો પડકાર વધુ મહત્‍વનો બન્‍યો.

તેમ છતાં સરકારે ‘વિકસિત ભારત ક્‍૨૦૪૭', ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેન્‍યુફેક્‍ચરિગ, સેમિકન્‍ડક્‍ટર, AI, ગ્રીન એનર્જી અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ ને આગળ રાખ્‍યા છે.

૧૦ જૂન ૨૦૨૬ નેહરુ નો સતત વડાપ્રધાન પદ નો રેકોર્ડ પાર

નરેન્‍દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફર માં ૨૦૨૬નું વર્ષ ઐતિહાસિક બન્‍યું.

૧૦ જૂન ૨૦૨૬ના રોજ તેઓ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુ નો ૪,૩૯૮ દિવસનો રેકોર્ડ પાર કરીને ૪,૩૯૯ દિવસ સાથે સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા વડાપ્રધાન બન્‍યા, એવો કેન્‍દ્ર સરકાર ના કેબિનેટ ઠરાવમાં ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે.  આ ઘટના તેમના રાષ્ટ્રીય રાજકીય પ્રવાસની દીર્ઘકાલીનતાનું મહત્‍વનું પ્રતીક બની.

૨૫ વર્ષ ૨૫ મોટી અગ્નિપરીક્ષાઓ

નરેન્‍દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની યાત્રા માં અગ્નિપરીક્ષાઓની યાદી લાંબી છે. ૨૦૦૧નો કચ્‍છ ભૂકંપ, ૨૦૦૨ ના ગોધરા પછી ના રમખાણો, અક્ષરધામ આતંકી હુમલો, ૨૦૦૬ ના સુરત પૂર, ૨૦૦૮ ના અમદાવાદ બોમ્‍બ વિસ્‍ફોટો, ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી, ૨૦૧૪ માં કેન્‍દ્રની સરકાર બદલવાની જવાબદારી, ૨૦૧૬ની નોટબંધી, ૨૦૧૭ નું ઞ્‍લ્‍વ્‍, ૨૦૧૯ની કલમ ૩૭૦, પુલવા મા અને બાલાકોટ, કોવિડ-૧૯, ખેડૂત આંદોલન, રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક મોંઘવારી, ૨૦૨૪ નું ગઠબંધન આધારિત જનાદેશ અને ત્‍યારબાદ ની વૈશ્વિક તથા આર્થિક પડકારોઆ બધા એ તેમના નેતૃત્‍વ ની અલગ અલગ રીતે કસોટી કરી છે.

ગુજરાત થી દિલ્‍હી સુધી એક સતત રાજકીય મોડલ

નરેન્‍દ્રભાઈ મોદીના શાસનની એક ખાસિયત એ રહી છે કે ગુજરાતમાં અજમાવવામાં આવેલી ઘણી બાબતોને રાષ્ટ્રીય સ્‍તરે મોટા પાયે લાગુ કરવામાં આવી.

ગુજરાત માં પાણી, વીજળી, રોકાણ, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને ટેક્રોલોજી આધારિત વહીવટ પર ભાર મૂકાયો હતો , કેન્‍દ્ર માં તે જ વિચારને ડિજિટલ ગવર્નન્‍સ, DBT, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેક ઇન ઇન્‍ડિયા, ડિજિટલ ઇન્‍ડિયા અને આત્‍મનિર્ભર ભારત જેવા મોટા કાર્યક્રમોમાં વિસ્‍તૃત કરવામાં આવ્‍યો.

૨૦૦૧માં રાજ્‍યના પુનઃનિર્માણ થી શરૂ થયેલી રાજકીય યાત્રા આજે ૨૦૪૭ના વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચી છે.

૨૫ વર્ષનું સૌથી મોટું રાજકીય મૂલ્‍યાંકન સતત જનાદેશ

નરેન્‍દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સરકારી સેવા પાછળ સૌથી મહત્‍વપૂર્ણ બાબત સતત ચૂંટણી સફળતા છે.

ગુજરાતમાં ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં ભાજપને જીત અપાવીને તેઓ ત્રણ વખત મુખ્‍યમંત્રી બન્‍યા , ત્‍યારબાદ ૨૦૧૪માં ભાજપને ૨૮૨, ૨૦૧૯માં ૩૦૩ અને ૨૦૨૪માં ૨૪૦ લોકસભા બેઠકો મળી,  ૨૦૨૪માં ભાજપે પોતાના સાથી પક્ષો સાથે એનડીએ સરકાર બનાવી.

આ પરિણામો એ તેમને ભારતીય રાજકારણ માં લાંબા સમય સુધી કેન્‍દ્રસ્‍થાને રાખ્‍યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ૨૦૦૧ થી ૨૦૨૬ સુધીની સફરનો સાર ટૂંકમાં જોઈએ તો, ૨૦૦૧  ગુજરાતના મુખ્‍યમંત્રી કુદરતી આફતો અને રાજકીય અસ્‍થિરતા વચ્‍ચે ગુજરાતનું નેતૃત્‍વ. ૨૦૦૨  પ્રથમ ચૂંટણી અગ્નિપરીક્ષા, ગોધરા પછીના હિસક સમયગાળાની વચ્‍ચે ભાજપનો ૧૨૭ બેઠકો સાથે વિજય. ૨૦૦૭  બીજી મોટી જીત, ભાજપે ૧૧૭ બેઠકો મેળવી અને શ્રી મોદી સરકારને વધુ મજબૂતી મળી. ૨૦૧૨  સતત ત્રીજી જીત, ભાજપ ૧૧૫ બેઠકો સાથે ફરી સત્તામાં આવ્‍યું. ૨૦૧૪  દિલ્‍હીનો ઐતિહાસિક પ્રવેશ, ભાજપે ૨૮૨ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મેળવી, શ્રી મોદી વડાપ્રધાન બન્‍યા. ૨૦૧૯  વધુ મોટો જનાદેશ, ભાજપ ૩૦૩ બેઠકો સાથે ફરી પૂર્ણ બહુમતી માં આવ્‍યું. ૨૦૨૦-૨૧  કોરોના અને આર્થિક કટોકટી, મહામારી, રસીકરણ, અર્થતંત્ર અને રોજગારની મોટી કસોટી. ૨૦૨૨-૨૩  વૈશ્વિક સ્‍તરે ભારતની વધતી ભૂમિકા, જી ૨૦, ગ્‍લોબલ સાઉથ, ક્‍વાડ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં ભારતની સક્રિયતા. ૨૦૨૪  ત્રીજી સરકાર

ભાજપ ૨૪૦ બેઠકો સાથે, એનડીએના સહયોગથી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્‍યા. ૨૦૨૬-ઐતિહાસિક રેકોર્ડ

સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નેહરુ નો સતત કાર્યકાળનો રેકોર્ડ પાર કર્યો.  અને હવે આવતીકાલે એટલે કે ૭ મી ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ જાહેર જીવનના ૨૫ વર્ષ, ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શરૂ થયેલી સરકારના વડા તરીકેની યાત્રા  પૂર્ણ કરે છે.  શ્રી નરેન્‍દ્રભાઈના ૨૫ વર્ષ, અનેક પડાવ અને હવે વિકસિત ભારત @ ૨૦૪૭ નું લક્ષ્ય

નરેન્‍દ્ર મોદી ના જાહેર જીવન ના ૨૫ વર્ષ ને એક જ વાક્‍ય માં સમજાવવું મુશ્‍કેલ છે , આ યાત્રા માં સંઘ નો કાર્યકર, ભાજપ નો સંગઠનકાર, ગુજરાત નો મુખ્‍યમંત્રી, વિકાસ ના મોડલ નો પ્રચારક, વિવાદો ના કેન્‍દ્ર માં રહેલો નેતા, ૨૦૧૪ નો બહુમતી વડાપ્રધાન, ૨૦૧૯ નો વધુ મજબૂત વડાપ્રધાન અને ૨૦૨૪ નો ગઠબંધન સરકારના નેતાઆ તમામ ભૂમિકા ઓ જોવા મળે છે.

પરંતુ આ યાત્રા નો અંત અહીં નથી ,  હવે સૌથી મોટો પ્રશ્ન ૨૦૪૭ સુધી વિકસિત ભારત નું લક્ષ્ય, આર્થિક વૃદ્ધિ સાથે રોજગાર, યુવાનો ની અપેક્ષા, કૃષિ, સામાજિક સમરસતા, ટેક્રોલોજી અને વૈશ્વિક અનિヘતિતા ઓ વચ્‍ચે ભારત ને આગળ લઈ જવાનો છે.

એટલે ૭ ઓક્‍ટોબર ૨૦૨૬ માત્ર ૨૫ વર્ષની ઉજવણી નો દિવસ નથી , તે ૨૦૦૧થી ૨૦૨૬ સુધીના નિર્ણયો અને પરિણામો નું મૂલ્‍યાંકન કરવાનો તથા ૨૦૨૬ પછીના ભારતની દિશા જોવાનો મહત્‍વપૂર્ણ પડાવ પણ છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જાહેર જીવન ના ૨૫ વર્ષ પુર્ણ થવા વેળા એ ખુબ ખુબ અભિનંદન  અને આગામી સમય માટે  અકિલા પરીવાર તરફ થી શુભકામનાઓ....

(2:35 PM IST)