<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

૨૫૦૦ ગ્‍લેસિયર સરોવરો ગમે ત્‍યારે વિનાશ વેરી શકે છે

ગ્‍લેશિયર લેક ફાટવાથી આવતી અચાનક પૂર જેવી આપત્તિ ઊભી થશેઃ તેની સામે બચાવ હજુ પણ પડકારરૂપ : દેશના ૨૭ રાજ્‍યો પર વિનાશક પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે

નવી દિલ્‍હી,તા.૨૮: દેશના ૩૬ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૭ પ્રદેશો કુદરતી આફતના લ્લષ્ટિકોણથી અત્‍યંત સંવેદનશીલ અથવા જોખમગ્રસ્‍ત સ્‍થિતિમાં છે. ગ્‍લેસિયર સરોવર ફાટવાથી આવતાં પૂરના જોખમનું આકલન કરવા માટે ટેક્રોલોજી વિકસાવવામાં આવી છે, પરંતુ આવી આફતથી બચાવ અને જાનમાલનું રક્ષણ હજુ પણ મોટો પડકાર છે. દેશના વિવિધ વિસ્‍તારોમાં પૂરગ્રસ્‍ત મેદાની વિસ્‍તારોમાં મોટા પાયે અતિક્રમણ થઈ ચૂક્‍યું છે. નદીના પટમાં અનિયમિત પ્રવૃત્તિઓ ચાલુ છે અને નદી બેસિન સ્‍તરની યોગ્‍ય આયોજન વ્‍યવસ્‍થાનો પણ અભાવ છે. આવી સ્‍થિતિમાં જો આપત્તિ સર્જાય તો તે સમયે જાનમાલને સુરક્ષિત રીતે બચાવવા માટેનો કોઈ અચૂક અને સંપૂર્ણ ઉકેલ હજુ નજરે પડતો નથી. દેશમાં ૨૫૦૦થી વધુ ગ્‍લેસિયર સરોવરો સંવેદનશીલ સ્‍થિતિમાં છે, જ્‍યારે હિમાલય વિસ્‍તારમાં ૪૦૦થી વધુ ગ્‍લેશિયર લેક ઝડપથી પીગળી રહ્યાં છે.

તિબેટને અડીને આવેલા નેપાળના રસુવા જિલ્‍લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. નેપાળના ઉત્તરીય ભાગમાં ચીન-તિબેટ સરહદમાંથી નીકળતી ભોટેકોશી નદીને હિમાલયની નદી માનવામાં આવે છે. નેપાળમાં સર્જાયેલી આ ભયાનક દુર્ઘટના પાછળ હિમનદી સરોવર ફાટવાનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશના અનેક વિસ્‍તારોમાં વારંવાર આવતાં પૂરનું સંકટ એટલા માટે વધુ ગંભીર બની જાય છે કે પૂરગ્રસ્‍ત મેદાની વિસ્‍તારોમાં અતિક્રમણ થઈ ચૂક્‍યું છે. નદીના પટમાં અનિયમિત પ્રવૃત્તિઓ ચાલુ છે અને નદી બેસિન સ્‍તરની આયોજન વ્‍યવસ્‍થાનો અભાવ છે. પરિણામે પૂર આવે ત્‍યારે ભારે જાનમાલ અને સંપત્તિનું નુકસાન થાય છે.

જો આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવામાં આવે તો માનવજીવન, સંપત્તિ અને જાહેર માળખાને થતું નુકસાન ઘણું ઓછું કરી શકાય છે. આપત્તિ વ્‍યવસ્‍થાપન અંગેડો. રાધા મોહનદાસ અગ્રવાલની અધ્‍યક્ષતાવાળી ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિના ૨૬૧મા અહેવાલમાં આ બાબત જણાવવામાં આવી છે.

સંસદીય સમિતિએ પોતાની ભલામણોમાં જણાવ્‍યું છે કે નદીના પટ અને પૂરગ્રસ્‍ત મેદાની વિસ્‍તારોમાં અતિક્રમણની દેખરેખ તથા તેને દૂર કરવા માટે એક વ્‍યાપક રાષ્ટ્રીય માળખું વિકસાવવું જોઈએ. જે વિસ્‍તારોમાં અતિક્રમણ થયું છે તેમને નકશા પર ચિホતિ કરવા જોઈએ. તેનાથી સંબંધિત એજન્‍સી અથવા વિભાગની જવાબદારી નક્કી કરવામાં મદદ મળશે અને ભવિષ્‍યમાં થતા અતિક્રમણ તથા અન્‍ય નિયમ ભંગને રોકી શકાશે.

(10:15 AM IST)