તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
બળાત્કારના કેસમાં ૨૬ વર્ષનો યુવક દોષમુક્ત: 'પીડિતા પુખ્ત વયની હતી અને સંબંધ સંમતિથી બંધાયો હતો' – પોક્સો કોર્ટનો મોટો ચુકાદો!
અપહરણ અને દુષ્કર્મના આક્ષેપો ફગાવાયા; કોર્ટે સ્પષ્ટ કર્યું કે પીડિતા સ્વેચ્છાએ ઉત્તર પ્રદેશ ગઈ હતી અને બંને પ્રેમ સંબંધમાં હતાં

થાણે : થાણે જિલ્લાની વિશેષ પોક્સો કોર્ટે અપહરણ અને બળાત્કારના ગંભીર કેસમાં ૨૬ વર્ષના યુવકને તમામ આરોપોમાંથી સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન આધાર-પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે બનાવ સમયે પીડિતા સગીર નહીં પરંતુ પુખ્ત વયની હતી અને બંને વચ્ચેના શારીરિક સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા.
શું હતો સમગ્ર મામલો?
તપાસકર્તા પક્ષે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ૧૪ જૂન, ૨૦૧૯ ના રોજ આરોપીએ થાણેમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે તેને ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતા સગર્ભા બની હતી અને તેણે ફેબ્રુઆરી, ૨૦૨૧ માં એક બાળકને જન્મ પણ આપ્યો હતો. આ સંદર્ભે આરોપી સામે ભારતીય દંડસંહિતા (IPC) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્વેચ્છાએ ગઈ હતી પીડિતા, કોર્ટે ફગાવ્યા આક્ષેપો
વિશેષ પોક્સો કોર્ટના જજ પ્રેમલ વિઠલાણીએ ચુકાદો સંભળાવતા નોંધ્યું હતું કે રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોપી અને પીડિતા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતાં. પીડિતા પોતાની મરજીથી સ્વેચ્છાએ આરોપી સાથે ઉત્તર પ્રદેશ ગઈ હતી. બંને પક્ષના વકીલોની ધારદાર દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ કોર્ટે માન્યું કે આ કેસમાં બળજબરી કે અપહરણનો કોઈ ગુનો બનતો નથી, જેના આધારે ૨૬ વર્ષના યુવકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
