તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
૫૧ દિવસમાં ચારધામ યાત્રામાંથી મળ્યો ૨૮૮ ટન કચરો
શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકવામાં આવતો કચરો વહીવટીતંત્રની ચિંતાનો વિષય બન્યો

દહેરાદૂન,તા.૩: ઉત્તરાખંડમાં ૧૯ એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. જેમાં અત્યાર સુધી ૨૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જોકે, આ બધા વચ્ચે શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકવામાં આવતો કચરો વહીવટીતંત્રની ચિતાનો વિષય બન્યો છે. જેમાં ૩૧ મે સુધીના આંકડા મુજબ ચારધામમાંથી ૨૮૮ ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે.
જેમાં ઉત્તરાખંડના ચાર તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ પ્રદેશો છે. આ બધા તીર્થસ્થાનો આશરે ૩,૦૦૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે અને મુખ્ય હિમાલયના હિમનદીઓથી ઘેરાયેલા છે, જેમ કે યમુનોત્રી ખાતે ચંપાસર ગ્લેશિયર, ગંગોત્રી ખાતે ગંગોત્રી ગ્લેશિયર, કેદારનાથ ખાતે ચોરાબારી અને કમ્પેનિયન ગ્લેશિયર્સ, અને બદ્રીનાથ ક્ષેત્રમાં સતોપંથ અને અલકાપુરી ગ્લેશિયર્સ છે.
ચારધામ યાત્રાના આશરે ૫૧ દિવસ દરમિયાન, કુલ ૨૮૮ ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં કેદારનાથમાંથી લગભગ ૧૨૨ ટન, ગંગોત્રીમાંથી ૭૦ ટન, યમુનોત્રીમાંથી ૮૦ ટન અને બદ્રીનાથમાંથી આશરે ૧૦ ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ કચરો ઉંચાઈવાળા પ્રદેશોમાંથી નીચાણવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યો છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
