<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

૩૦ની લાડી અને ૭૫નો વરઃ દીકરીની બહેનપણી પર દાદા મોહી ગયાઃ સગાઈ પણ કરી લીધી, હવે ઘોડીએ ચઢશે

ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્‍લામાં અનોખી લવ સ્‍ટોરી ચર્ચામાં: ઉંમરના પડાવમાં પ્રેમ થયો

ઈટાવા,તા.૧૬: લવ સ્‍ટોરી તો તમે ઘણી જોઈ હશે, જેમાં છોકરો-છોકરી એકબીજાના પ્રેમમાં હોય છે અને પછી ભારે મહેનત બાદ આખરે પરિવાર તરફથી બંનેના લગ્ન મંજૂર થઈ જાય છે. પણ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્‍લામાં અનોખી લવ સ્‍ટોરી ચર્ચામાં છે. હકીકતમાં જોઈએ તો, ઓરૈયા જિલ્‍લાના સહાર બ્‍લોકના અરિયારી ગામના ૭૫ વર્ષીય રામસુગરને ૩૦ વર્ષીય ઇન્‍સ્‍ટાગ્રામ બ્‍લોગર રાની રાજપૂત સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

રામસુગરે જણાવ્‍યું કે, છેલ્‍લા બે વર્ષથી રાની તેમના ઘરે આવતી-જતી હતી. કેમ કે તેમની દીકરી રાધા યૂટ્‍યૂબર છે અને રાની ત્‍યાં વીડિયો શૂટ કરવા આવતી હતી. આ દરમ્‍યાન મુલાકાતો પ્રેમમાં બદલાઈ ગઈ, સાત વર્ષ પહેલા રામસુગરની પત્‍નીનું નિધન થઈ ચૂક્‍યું છે. પ્રેમ ઉંમર નથી જોતી. આ વાતને સાચી સાબિત કરતી એક અનોખી પ્રેમ કહાનીએ લોકોને ચોંકાવી દીધા છે.

ઓરૈયાના સહાર બ્‍લોકના અરિયારી ગામના રહેવાસી ૭૫ વર્ષીય વૃદ્ધ રામસુગરને ઓરૈયાની રહેવાસી ૩૦ વર્ષીય ચર્ચિત ઇન્‍સ્‍ટાગ્રામ બ્‍લોગર રાની રાજપૂત સાથે પ્રેમ થઈ ગયો. ઉંમરના આ પડાવ પર પ્રેમને એવું ભૂત સવાર થયું કે બંને લગ્નના બંધને બંધાવાનો નિર્ણય લીધો. વૃદ્ધ રામસુગરે જણાવ્‍યું કે, રાની રાજપૂત તેમના ઘરે સતત બે વર્ષથી આવતી હતી. રામસુગરની પુત્રી રાધા ખુદ એક યૂટ્‍યૂબર છે અને રાની તેના ઘરે વીડિયો શૂટ કરવા આવતી હતી. રાધા સાથે વીડિયો શૂટિગ દરમ્‍યાન રાનીના રામસુગરના ઘરે આવવા જવાનું વધી ગયું અને ધીમે ધીમે મુલાકાતો થતાં પ્રેમ થવા લાગ્‍યો. લગભગ સાત વર્ષ પહેલા રામસુગરની પત્‍નીનું નિધન થઈ ચૂક્‍યું છે. ત્‍યાર બાદ હવે તેમને પોતાની હમસફર રાની રાજપૂત તરીકે દેખાવા લાગી. દીકરી રાધાએ જણાવ્‍યું કે લગભગ એક અઠવાડિયા પહેલા ઓરૈયામાં તેમના પિતા રામસુગર અને ઇન્‍સ્‍ટાગ્રામ બ્‍લોગર રાની રાજપૂતની સગાઈ થઈ. આ સગાઈનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામ પર અપલોડ થયો, તે ઝડપથી વાયરલ થઈ ગયો.

વીડિયો સામે આવ્‍યા બાદથી આખા વિસ્‍તારમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરિવારના જણાવ્‍યા અનુસાર, આ સંબંધને સત્તાવાર રીતે આગળ વધારતા બંને રીતિ-રિવાજ અને પરંપરાઓ સાથે વિવાહના બંધનમાં બંધાશે. લગ્નની તમામ રસમો અને તૈયારીઓ જોર-શોરથી શરૂ કરી દીધી છે. વળી વૃદ્ધ રામસુગરનું કહેવું છે કે સગાઈના ૨થી ૩ મહિના બાદ બંનેના લગ્ન થશે.

(10:22 AM IST)