News of Wednesday, 15th July 2026
ઓડિશાના પુરી ખાતે યોજાનારી જગન્નાથ રથયાત્રામાં માટે ભારતીય રેલ્વે દ્વારા 300 જેટલી સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે
આ સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે જગદલપુર-પુરી, રાયગડા-પુરી, સંબલપુર-પુરી અને શાલીમાર-પુરી સહિતના વિવિધ મહત્વના રૂટો પર દોડાવવામાં આવશે

ઓડિશાના પુરી ખાતે યોજાનારી જગન્નાથ રથયાત્રામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને ભારે ભીડના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા આગામી 15 જુલાઈથી 300 જેટલી વિશેષ (સ્પેશિયલ) ટ્રેનો ચલાવવાનો મોટો નિર્ણય લેવાયો છે.રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર,આ સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે જગદલપુર-પુરી, રાયગડા-પુરી, સંબલપુર-પુરી અને શાલીમાર-પુરી સહિતના વિવિધ મહત્વના રૂટો પર દોડાવવામાં આવશે જેથી મુસાફરોને અવરજવરમાં સરળતા રહે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
