હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વના ૩૩ દેશોએ નાગરિકોને ત્રણથી ૧૦ દિવસ માટેની ઇમર્જન્સી કિટ તૈયાર રાખવાની ભલામણ કરી
યુદ્ધ, સાઇબર અટેક, ગ્લોબર વોર્મિંગ જેવી આફતો સામે સજ્જ રહેવાની હાકલ

લંડન,તા.૩૧: વિશ્વભરમાં મંડરાઈ રહેલાં યુદ્ધનાં વાદળો, સાઇબર હુમલા અને ગ્લોબલ વોર્મિગને કારણે વધતા કુદરતી આફતોના ખતરા વચ્ચે ભારત સહિત વિશ્વના કુલ ૩૩ દેશોએ પોતાના નાગરિકોને અત્યારથી જ ઇમર્જન્સી કિટ તૈયાર રાખવાની ભલામણ કરી છે. એક અહેવાલ મુજબ આ યાદીમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, જપાન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા અનેક મોટા દેશોનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન કમિશને પણ વધતા ભૌગોલિક રાજકીય તનાવને ધ્યાનમાં રાખીને પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રેટેજી જાહેર કરી હતી.
જુદા-જુદા દેશોએ કટોકટીના સમયગાળા માટે અલગ-અલગ માર્ગદર્શિકા બહાર પાડી હતી. ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, જપાન, મેક્સિકો અને નેધરલેન્ડ્સે પોતાના નાગરિકોને ૭૨ કલાક ચાલે એટલો અનાજ અને દવાનો જથ્થો ઘરમાં સંગ્રહ કરવા જણાવ્યું હતું; જ્યારે સ્વીડન અને નોર્વેએ એક અઠવાડિયા માટે અને જર્મનીએ ૧૦ દિવસ સુધી ચાલે એટલી ખાદ્ય સામગ્રી એકઠી કરવા સૂચના આપી હતી. બ્રિટનના વડા પ્રધાન ઍન્ડી બર્નહામે રેડિયો પર લોકોને ખાસ કઠોળ અને સૂપનો સંગ્રહ કરવાની અપીલ કરી હતી.
ભારતની નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (NDMA)એ પણ દેશના દરેક ઘરમાં આપત્તિ વ્યવસ્થાપન કિટ રાખવાની ખાસ ભલામણ કરી છે. વિશ્વના તમામ ૩૩ દેશોની સરકારોએ સ્પષ્ટ કર્યું છે કે આ ઇમર્જન્સી કિટમાં જલદી બગડે નહીં એવો ખોરાક, પીવાનું પાણી, જરૂરી દવાઓ, બેટરી, ફલેશલાઇટ અને રેડિયો હોવાં અત્યંત જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
