<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

Google Chromeમાં 37 સુરક્ષા ખામીઓ પર CERT-Inનું 'હાઇ એલર્ટ': તરત જ બ્રાઉઝર અપડેટ કરવાનો આદેશ

ભારતીય સાયબર સિક્યોરિટી એજન્સીએ Google Chrome ડેસ્કટોપ યુઝર્સ માટે 37 જેટલી ગંભીર સુરક્ષા ખામીઓ અંગે હાઇ એલર્ટ એડવાઇઝરી જારી કરી : હેકર્સ આ નબળાઈઓનો ઉપયોગ કરીને દૂર બેઠા જ તમારા ઉપકરણ પર કબ્જો મેળવીને બેંકિંગ વિગતો અને અંગત ડેટા ચોરી શકે

નવી દિલ્હી:  ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સી 'ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ' (CERT-In) એ Google Chrome ડેસ્કટોપ યુઝર્સ માટે એક અત્યંત ગંભીર સિક્યોરિટી વોર્નિંગ જારી કરી છે. એજન્સી મુજબ, ક્રોમ બ્રાઉઝરમાં 37 જેટલી નવી સુરક્ષા ખામીઓ  શોધી કાઢવામાં આવી છે, જેમાંથી કેટલીક ખામીઓ 'ક્રિટિકલ' અને 'હાઇ-સિવિઅરિટી' શ્રેણીની છે. આ ખામીઓને કારણે હેકર્સ કોઈપણ યુઝરના લેપટોપ કે કમ્પ્યુટરનો દૂર બેઠા જ એક્સેસ મેળવીને માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.

CERT-In ના રિપોર્ટ અનુસાર, આ સુરક્ષા ખામીઓ ક્રોમના V8 JavaScript એન્જિન, ANGLE ગ્રાફિક્સ કમ્પોનન્ટ, મેમરી મેનેજમેન્ટ, PDF ફાઇલ્સ, અને WebRTC જેવા વિવિધ મહત્વપૂર્ણ ભાગોને અસર કરે છે. હેકર્સ યુઝર્સને કોઈ ખતરનાક વેબસાઇટ કે લિંક પર ક્લિક કરાવીને સિસ્ટમમાં 'રિમોટ કોડ એક્ઝિક્યુશન'  કરી શકે છે. આનાથી તમારો સંવેદનશીલ ડેટા, સેવ કરેલા પાસવર્ડ્સ, અને બેંકિંગ માહિતી હેકર્સના હાથમાં જવાનો મોટો ભય ઊભો થયો છે.

ગૂગલે આ તમામ 37 ખામીઓને સુધારવા માટે તાત્કાલિક સુરક્ષા પેચ બહાર પાડ્યો છે. Windows, Mac અને Linux યુઝર્સે પોતાના ક્રોમ બ્રાઉઝરના 'Help' સેક્શનમાં જઈને 'About Google Chrome' પર ક્લિક કરીને તરત જ લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવું અનિવાર્ય છે. Chromium આધારિત હોવાને કારણે Microsoft Edge બ્રાઉઝર યુઝર્સને પણ પોતાના બ્રાઉઝરને અદ્યતન રાખવા સૂચના આપવામાં આવી છે.

(9:26 PM IST)