હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોસ્નિયામાં ઇટાલીનું સૈન્ય હેલિકોપ્ટર ક્રેશમાં ૪નાં મોત : ૧૧ ઘાયલ
યુરોપિયન યુનિયનના શાંતિ મિશન દરમિયાન નિયમિત તાલીમ વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી

ગોરિસેઃ તા.૩૦: યુરોપના બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં ઇટાલીના સૈન્ય હેલિકોપ્ટરની ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. યુરોપિયન યુનિયનના શાંતિ મિશન સાથે જોડાયેલું CH-૪૭ ચિનૂક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના ગુરુવાર, ૨૯ ઓક્ટોબરે બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇટાલિયન સેનાનું CH-૪૭ ચિનૂકહેલિકોપ્ટર બોતિાયાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા બ્રચકો નજીક નિયમિત તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિક અહેવાલો મુજબ ગોરિસે ગામ પાસે હેલિકોપ્ટર જમીન પર પટકાયું હતું. અકસ્માત બાદ હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું.
ઇટાલીના સંરક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં કુલ ૧૫ લોકો સવાર હતા. દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં. મળતકોમાં ઇટાલિયન સેનાના બે સભ્યો અને ઇટાલિયન રેડ ક્રોસના સ્વયંસેવક સૈન્ય દળના બે સભ્યોનો સમાવેશ થાય છે. અકસ્મતમાં ઘાયલ થયેલા તમામ ૧૧ લોકો સારવાર હેઠળ છે. સત્તાવાર માહિતી અનુસાર કોઈપણ ઘાયલની હાલત જીવલેણ નથી.
આ હેલિકોપ્ટર યુરોપિયન યુનિયન ફોર્સ (EUFOR)ના ઓપરેશન અલ્થિયા મિશનનો ભાગ હતું. આ મિશન બોતિાયામાં શાંતિ અને સુરક્ષા જાળવવા તેમજ ડેટન શાંતિ કરારના અમલીકરણની દેખરેખ માટે કાર્યરત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
