<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

દવાકંપનીમાં કામ કરતા ૪ કર્મચારીઓને દિવાળીમાં મીઠાઈ કે પૈસા નહીં, ગાડી મળી

હરિયાણાની એક દવા કંપનીના ૪ કર્મચારીઓ ખુશનસીબ છે

પંચકુલા તા.૩૦: એક તરફ મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓને અચાનક પાણીચું પકડાવી દઈ રહી છે ત્‍યારે કર્મચારીઓ બોનસની આશાને બદલે નોકરી બચી એને જ કુદરતની મહેર માની લે છે. આ માહોલમાં હરિયાણાની એક દવાકંપનીના ૪ કર્મચારીઓ ખુશનસીબ છે. તેમને દિવાળીમાં બોનસ તરીકે પૈસા કે મીઠાઈ નહીં, કિયાની નવીનક્કોર સોનેટ કાર મળી હતી. ૨૪ ઓક્‍ટોબરે મિટ્‍સ હેલ્‍થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્‍ડર અને ઘ્‍ચ્‍બ્‍એ કંપનીના ચાર કર્મચારીઓને પંચકુલાના કિયાના શોરૂમ પર ૪ કર્મચારીઓને બોલાવીને તેમને કારની ચાવી સુપરત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે જેમની મહેનતથી કંપની આગળ વધી રહી છે તેમને ધન્‍યવાદ કહેવા અને તેમનું સન્‍માન કરવા માટે આ ભેટ આપી છે.

(10:03 AM IST)