<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અગનગોળો બનેલી બસમાં ૪ ભડથું થયા તેમાં એક હતભાગી બસના ડ્રાઇવર જુનાગઢના સિધ્‍ધાર્થપરી ઉર્ફે લાલાભાઇ ગોસ્‍વામી હતાં

બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું: આંકોલવાડી-અમદાવાદ રૂટ પર બસ ચલાવતાં

રાજકોટ તા. ૧૪: ચોટીલાના સાંગાણી ગામ નજીક કૃષ્‍ણ હોટેલ પાસે રાત્રીના દોઢેક વાગ્‍યે અમદાવાદથી આંકોલવાડી (ગીર) તરફ જઇ રહેલી સ્‍લીપર કોચ બસ આગળ જઇ રહેલા ડમ્‍પર પાછળ અથડાયા બાદ ભડકો થઇ ગઇ હતી. જેમાં ચાર લોકો બસમાં જ ભડથું થઇ જતાં કમકમાટીભર્યા મોત થયા છે. આ ચાર પૈકી એક હતભાગીની ઓળખ થઇ છે. આ મૃતક સ્‍લીપર કોચ બસના ડ્રાઇવર જુનાગઢમાં રહેતાં સિધ્‍ધાર્થપરી પ્રભાતપરી ગોસ્‍વામી (ઉ.વ.૩૪) હતાં. તેની ઓળખ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર સિધ્‍ધાર્થપરીના પિતા પ્રભાતપરી ગોસ્‍વામી હાલ હયાત નથી. તેઓ અગાઉ જુનાગઢમાં પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતાં હતાં. મૃત્‍યુ પામનાર સિધ્‍ધાર્થપરી માતાનું ચાર મહિના પહેલા અવસાન થયું હતું. સિધ્‍ધાર્થપરી તેમના પરિવારના એકના એક આધારસ્‍તંભ હતાં. તેના ધર્મપત્‍નિનું નામ શીલ્‍પાબેન છે. સંતાનમાં ૪ વર્ષની દિકરી અને ૧૬ વર્ષનો દિકરો છે. આ બંને સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં કાળો કલ્‍પાંત સર્જાયો છે.

(12:32 PM IST)