News of Wednesday, 18th November 2026
૪ લાખ મહેમાનોઃ ૧૦ વીઘામાં મંડપ ! ૧૫૦થી વધુ વાનગીઓ મહેમાનો માટે હેલિપેડ
બિહારના ધારાસભ્ય અનંત સિંહની દીકરીનાં લગ્ન ભવ્ય આયોજનને લઈને ચર્ચામાં

મોકા તા.૧૮: બિહારના મોકામાથી ધારાસભ્ય અનંત સિહની દીકરીનાં લગ્ન હાલ ચર્ચામાં છે. માત્ર ભવ્ય આયોજન નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી વ્યવસ્થાઓને કારણે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ૨૫ નવેમ્બરે યોજાનારા આ લગ્નમાં અંદાજે ૪ લાખ મહેમાનો ઉમટી પડે તેવી શક્યતા છે. ૧૦ વીઘા જમીનમાં વિશાળ પંડાલ, ૧૫૦થી વધુ વાનગીઓ અને VIP મહેમાનો માટે હેલિપેડની તૈયારી ચાલી રહી છે. જોકે, આટલા મોટા આયોજનમાં માત્ર પૈસાથી કામ ચાલતું નથી. સરકારી મંજૂરીથી લઈને ફાયર સેફટી અને ટેક્સ સુધીના અનેક નિયમોનું પાલન કરવું પડે છે.
લગ્નમાં કેટલા મહેમાનોને બોલાવી શકાય તેની કોઈ રાષ્ટ્રીય મર્યાદા નથી. પરંતુ ૪ લાખ લોકોની ભીડ એકઠી થાય તો સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. પાર્કિગ, ટ્રાફિક, સુરક્ષા અને ઇમરજન્સી વ્યવસ્થા માટે અગાઉથી આયોજન કરવું પડે છે. ભીડને નિયંત્રિત કરવા અલગ પ્રવેશ અને અલગ બહાર નીકળવાના રસ્તા રાખવા પણ જરૂરી છે.
વિશાળ પંડાલમાં આગ લાગવાની ઘટના જાનહાની અને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બિહારના ફાયર સેફટી નિયમો મુજબ ૫,૦૦૧ ચોરસ ફૂટથી મોટા પંડાલ માટે ફાયર વિભાગનું સુરક્ષા વેરિફિકેશન જરૂરી છે. ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો અને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. વીજળીની હાઈટેન્શન લાઇન નીચે પંડાલ ઊભો કરી શકાતો નથી.
લગ્નમાં કેટરિગનું આયોજન કરનાર વ્યવસાયિકો પાસે FSSAI માન્ય રજિસ્ટ્રેશન અથવા લાઇસન્સ હોવું જરૂરી છે. ભોજન બનાવવાની જગ્યાએ સ્વચ્છતા, શુદ્ધ પાણી અને ખાદ્ય પદાર્થોના યોગ્ય સંગ્રહની વ્યવસ્થા રાખવી પડે છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
લગ્નમાં સંગીત અને DJની ધમાલ હોય તો પણ અવાજની મર્યાદા જાળવવી પડે છે. સામાન્ય રીતે રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી ખુલ્લી જગ્યાએ લાઉડસ્પીકર વગાડવાની મનાઈ છે. ખાસ પ્રસંગે રાજ્ય સરકાર મર્યાદિત છૂટ આપી શકે છે. બીજી તરફ, જાહેર આતશબાજી માટે જરૂરી લાઇસન્સ અને સુરક્ષાના અંતરનું પાલન કરવું પડે છે. પંડાલથી ઓછામાં ઓછું ૧૫ મીટર અંતર રાખવાની જોગવાઈ પણ લાગુ પડે છે.
લગ્નમાં વર-કન્યાને મળતી રોકડ, સોનું, ઘરેણાં અને મિલકત જેવી ભેટો આવકવેરા કાયદા હેઠળ કરમુક્ત છે. આ છૂટ માટે ભેટની કોઈ નિヘતિ મહત્તમ મર્યાદા નથી. જોકે, રોકડ વ્યવહારો માટે અલગ નિયમો છે. રૂા.૨ લાખ કે તેથી વધુની રોકડ લેવડદેવડ પર આવકવેરા કાયદાની કલમ ૨૬૯લ્વ્ હેઠળ નિયંત્રણ છે.
આમ, ભવ્ય લગ્નનું આયોજન કરવું વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે, પરંતુ મહેમાનોની સુરક્ષા અને કાયદાકીય નિયમોનું પાલન કરવું આયોજકોની જવાબદારી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
