હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd October 2026
૪ પત્ની, ૫૮ બાળકો અને ગરીબાઈ છતાં હજી આ અફઘાની પરિવાર વધારી રહ્યો છે
કુલ ૭૦ સંતાનો હતાં પરંતુ ૧૨ સંતાનો બાલ્યાવસ્થામાં જ ગુજરી ગયાં: હાલમાં તેનો સૌથી નાનો દીકરો ૩ મહિનાનો છે

કાબુલ,તા.૨૩: અફઘાનિસ્તાનમાં મોહમ્મદ સાદિક નામના ભાઈની આર્થિક સ્થિતિ ખૂબ પાતળી છે, પરંતુ તેમનો પરિવાર મોટો કરવાની ઝંખના કેમેય ઓછી થતી નથી. સાદિકને ૪ પત્નીઓ છે અને ૫૮ સંતાનો છે. આ તો માત્ર જીવિત સંતાનોની સંખ્યા થઈ. તેને કુલ ૭૦ સંતાનો હતાં પરંતુ ૧૨ સંતાનો બાલ્યાવસ્થામાં જ ગુજરી ગયાં. હાલમાં તેનો સૌથી નાનો દીકરો ૩ મહિનાનો છે. તેની કમાણી ખૂબ ઓછી છે અને આખા પરિવારનું ભરણપોષણ કરવાનું પણ તેના માટે અઘરું છે. તે એક કાર ડીલરશિપ કંપનીમાં કામ કરે છે. જો તે એક કાર વેચે તો તેને ૧૦૦૦ અફઘાન અફઘાની મળે છે જે ભારતીય કરન્સી મુજબ ૧૪૫૦ રૂપિયા થાય. ગરીબીને કારણે સંતાનોને પૂરતું પોષણ પણ નથી મળતું છતાં તેની એકેય પત્ની ક્યારેય ફરિયાદ નથી કરતી. સાદિકને તેનાં તમામ સંતાનોનાં નામ પણ મોઢે યાદ નથી, છતાં તે હજી પરિવારનો વિસ્તાર કરવાનું અટકાવવાના મૂડમાં નથી.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
