તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 2nd May 2026
૪૦% ભારતીયો અમેરિકા છોડવા માંગે છેઃ ૫૮% ને રાજકારણ - ૭૧% ને ટ્રમ્પ નથી પસંદ
ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ, વધતી મોંઘવારી, જટિલ ઈમિગ્રેશન પ્રક્રિયા અને ભેદભાવ આ પાછળના મુખ્ય કારણો : ભારતીયો અમેરિકાની વસ્તીના માત્ર ૧.૫% હોવા છતાં ટેક્સમાં ૬% અને હેલ્થકેર ક્ષેત્રે મોટું યોગદાન આપે છેઃ જો ભારતીયો સ્થળાંતર કરશે તો અમેરિકી અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે

નવી દિલ્હી તા.૨: અમેરિકામાં ભારતીય મૂળના ૫૨ લાખથી વધુ લોકો વસવાટ કરે છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ દ્વારા કરાવવામાં આવેલા ઈન્ડિયન અમેરિકન એટિટ્યૂડ્સ સર્વે થી ઉજાગર થયું છે કે તેમાંના ૪૦ ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા માંગે છે.
ભારતીય મૂળના લોકોને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ પસંદ આવ્યો નથી. કારણ છે ઈમિગ્રેશન ની જટિલ થઈ રહેલી પ્રક્રિયા, વધતી મોંઘવારી અને વધતા ભેદભાવ.
સર્વેમાં સામેલ ૧૪ ટકા લોકોનું કહેવું છે કે તેમને હંમેશા અમેરિકા છોડવાનો વિચાર આવે છે, જ્યારે ૨૬ ટકા ક્યારેક જ આવું વિચારે છે. અમેરિકામાં રહેતા ૫૮ ટકા ભારતીય મૂળના લોકોને ત્યાંની રાજનીતિ પસંદ આવી રહી નથી.
૫૪ ટકા લોકોનું કહેવું છે કે રહેવાનો ખર્ચ વધી રહ્યો છે, માટે તે અમેરિકા છોડવા ચાહે છે. અમેરિકાની વસ્તીમાં ભલે ભારતીયોની સંખ્યા માત્ર ૧.૫ ટકા છે, પરંતુ ત્યાંની ટેક્સની આવકમાં તેમનું યોગદાન ૬ ટકા છે.
૭૧ ટકા ભારતીય મૂળના લોકોને ટ્રમ્પનું કામકાજ પસંદ પડતું નથી. ધાર્મિક સમાવેશની ઉણપ પણ તેમની એક મુશ્કેલી છે. પછી ટ્રમ્પ સરકારની કેટલીક નીતિઓથી લાગી રહ્યું છે કે અમેરિકા માત્ર અમેરિકન્સ માટે છે. તેનાથી ભારતીય મૂળના લોકોમાં પોતાની ઓળખને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
જો કે અમેરિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ભારતનું મોટું યોગદાન છે. ત્યાં લગભગ ૧૦ લાખ ડોક્ટરો છે. તેમાંથી ૨.૬ લાખ પ્રવાસી છે. જ્યારે ભારતીય મૂળના લગભગ ૬૦ હજારથી ૧ લાખ ડોક્ટરો છે. એટલે કે ભારતીય મૂળના ડોક્ટરોની હિસ્સેદારી લગભગ ૮.૫ ટકાથી ૯ ટકા જેટલી છે. આ જણાવે છે કે અમેરિકાની હેલ્થ સિસ્ટમ પણ ભારતીયો વગર અધુરી છે.આ સિવાય અમેરિકામાં લગભગ ૩૪ લાખ નર્સ છે. તેમાંથી ૧૬ ટકા પ્રવાસી છે અને લગભગ ૩૦થી ૩૫ હજાર ભારતીય મૂળની નર્સો છે. ભારતની નર્સો ત્યાંની હોસ્પિટલ્સ, ઓલ્ડ એઝ હોમ્સ અને ઈમરજન્સી યૂનિટ્સમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ૧૦-૧૨ હજાર ભારતીય છાત્ર ડિપ્લોમા ઈન મેડિસિન કરી રહ્યા છે અથા રેઝિડજેન્ટ ડોક્ટર છે. મેડિકલ કોલેજમાં પ્રોફેસર, ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, રિસર્ચ સાઈન્ટિસ્ટ, જેવા પદો પર પણ તેમની સારી સંખ્યા છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી, મેયો ક્લિનિક અને નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ જેવી સંસ્થાઓમાં પણ ઘણાં ભારતીયો છે.
ઘણાં અન્ય કારણોથી પણ ભારતીય મૂળના મેડિકલ પ્રોફેશનલ્સ અમેરિકા માટે જરૂરી છે. મોટાભાગે અમેરિકાના ડોક્ટર ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા ઈચ્છતા નથી. જ્યારે ભારતીય મૂળના ડોક્ટરો સાથે આવી મુશ્કેલી નથી. કોવિડ-૧૯ મહામારીમાં પણ આ ડોક્ટરોએ અગ્રણી ભૂમિકા નિભાવી હતી. ડોક્ટર અને નર્સ ઉચ્ચ આવક વર્ગમાં આવે છે. માટે વધારે ટેક્સ, ખર્ચ અને રોકાણ દ્વારા તેઓ અમેરિકાની ઈકોનોમીને મજબૂત બનાવે છે.
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વૈજ્ઞાનિક દવાઓના વિકાસની સાથેસાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત ચિકિત્સા, બાયોટેક્રોલોજીમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યાં ટોચના પદો પર રહેતા ભારતીય મૂળના ડોક્ટર્સ જ છે, જે નીતિઓ બનાવે છે. જો તે અમેરિકા છોડે છે, તો ટ્રમ્પ સરકાર માટે પડકાર વધી શકે છે. ત્યાં રહેતા ચીનના પ્રોફેશનલ્સ પર પણ અમેરિકા આ પ્રકારે નિર્ભર છે.
૨૧મી સદી જો જ્ઞાન અને તકનીકની સદી કહેવામાં આવે છે, તો તેમાં ભારતીયોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. અમેરિકામાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, સોફટવેયર એન્જિનિયર્સ, ઉદ્યમી અને શિક્ષાવિદ્દો તકનીકની સાથે વૈજ્ઞાનિક પ્રગતિમાં પણ યોગદાન આપી રહ્યા છે.
અમેરિકાના આર્થિક વિકાસ, નવાચાર અને નીતિ બનાવવામાં પણ તેમની નિર્ણાયક ભૂમિકા છે. અમેરિકામાં કુલ વૈજ્ઞાનિકોમાં લગભગ ૧૦-૧૨ ટકા ભારતીય મૂળના છે અને ગત વર્ષ ૨૬ ભારતીયોને ત્યાંની નેશનલ એકેડમી ઓફ ઈન્વેન્ટર્સ ફેલોશિપ માટે પસદ કરવામાં આવ્યા હતા.
અમેરિકાની તકનીકી કંપનીઓમાં પણ ભારતીયોની બોલબાલા છે. ત્યાંની યુનિવર્સિટીમાં લગભગ ૨૨ હજાર ભારતીય મૂળના પ્રોફેસર છે. ટોચની સંસ્થાઓમાં ભારતીય મૂળના ડીન, ડાયરેક્ટર અને રિસર્ચ હેડ છે. વિદેશી વિદ્યાર્થીઓમાં પણ ભારતીય સ્ટૂડન્ટ્સની સંખ્યા સૌથી વધારે છે. માટે ભારતીય મૂળના લોકોનું મોટું યોગદાન અમેરિકામાં અવગણી શકાય તેમ નથી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
