<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અમેરિકામાં ૬ મહિનામાં ૪,૪૩,૬૦૦ લોકોની છટણી

મે મહિનામાં એકલા ટેકનોલોજી સેક્‍ટરમાં ૩૮,૨૪૨ લોકોને છૂટા કરાયા : છટણીની ગંભીર લહેર મે મહિનામાં, સૌથી વધારે ૯૭,૦૦૬ને છૂટા કરાયાં

ન્‍યૂયોર્ક,તા.૧૪: અમેરિકામાં જાન્‍યુઆરી થી જૂન ૨૦૨૯ વચ્‍ચેનાં  મહિનામાં જુદીજુદી ઈન્‍ડસ્‍ટ્રીમાં ૪,૪૩,૬૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. જો કે આ આંકડો ૨૦૨૫માં કરાયેલી સૌથી વધુ છટણીની તુલનામાં ૪૩ ટકા ઓછો હતો. તે વખતે ફેડરલ વર્કફોર્સમાં સૌથી વધારે કર્મચારીઓને છુટા કરાયા હતા. ચેલેન્‍જર, ગે એન્‍ડ કિસમસનાં ડેટા મુજબ ૨૦૨૬માં ટેકનોલોજી સેકટર સૌથી વધારે પ્રભાવિત રહ્યું હતું. જાન્‍યુઆરીથી જૂન વચ્‍ચે ટેકનોલોજી કંપનીઓમાં ૧,૨૩,૯૫૩ લોકોને છૂટા કરાયા હતા. જે ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીમાં ૬૬ ટકા વધારે હતા. આર્ટિફિશિયલ ઈન્‍ટેલીજન્‍સ (AI)ને કારણે છટણીનું પ્રમાણ વધારે રહ્યું હતું. છટણીની ગંભીર લહેર મે મહિનામાં જોવા મળી હતી. જ્‍યાં માલિકો દ્વારા સૌથી વધારે ૯૭,૦૦૬ લોકોને છૂટા કરવામાં આવ્‍યા હતા. આ ગાળામાં એકલા ટેકનોલોજી સેક્‍ટરમાં ૩૮,૨૪૨ લોકોને છૂટા કરાયા હતા. મે મહિનો ટેકનોલોજી કંપનીઓ માટે સૌથી ખરાબ રહ્યો હતો. મેટા જેવી મોટી કંપનીઓએ રિસ્‍ટ્રકચરિગ પ્‍લાન અપનાવ્‍યો હતો અને કર્મચારીઓની છટણી માટે AI ને જવાબદાર ગણાવ્‍યું હતું.

AI ને કારણે વર્કફોર્સમાં બદલાવ

આ વર્ષે થયેલી કુલ છટણીમાં ખ્‍શ્રનો હિસ્‍સો ૨૨ ટકા હતો. વ્‍હાઈટ કોલર જોબ પર તેની વધારે અસર જોવા મળી હતી. કંપનીઓને આશા હતી કે AI દ્વારા પ્રોડક્‍ટિવિટી વધારવામાં આવશે. જો કે AIને કારણે હજારો લોકોએ નોકરી ગુમાવી હતી. મેટાનાં ઘ્‍ચ્‍બ્‍ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે AI આપણી જીંદગીની સૌથી મહત્‍વની ટેકનોલોજી છે. જેને કારણે કંપનીઓ સૌથી વધારે કર્મચારીઓને છૂટા કર્યા હતા.

નવી ભરતી ઘણી ઓછી

છટણી છતાં અમેરિકાના માલિકો દ્વારા મે સુધીમાં ૮૦૪૭૨ નવી ભરતી કરવામાં આવી હતી. જે મહામારી પહેલાનાં આંકડાની તુલનામાં ઘણી ઓછી હતી. ઉદ્યોગોમાં ઓટોમેશન અને AI ને કારણે ઘણો બદલાવ આવ્‍યો હતો. જેની અસર કર્મચારીઓની ભરતીમાં જોવા મળી હતી.

(10:02 AM IST)