તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે મિસાઇલથી લઇને EVM સુધીના ૫ ઐતિહાસિક કરાર
પીએમ મોદીની જકાર્તા મુલાકાતે બદલ્યા એશિયાના સત્તા સમીકરણોઃ સંરક્ષણ નિકાસ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું સૌથી મોટું સીમાચિホ સાબિત થશે : ચીનના દરવાજે ભારતીય સેનાની એન્ટ્રી, સબાંગ પોર્ટનો સંયુક્ત વિકાસ કરવા સહિત બ્રહ્મોસ અને એસ્ટ્રા મિસાઇલ ડીલથી ચીનના પેટમાં તેલ રેડાયું

જકાર્તા, તા.૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાતે વૈશ્વિક ભૂરાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. ભારત અને ઇન્ડોનેશિયાએ એકબીજાનો હાથ પકડીને એવા પાંચ મોટા કરારો પર મહોર મારી છે, જેનાથી પડોશી દેશ ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ ઐતિહાસિક ડીલમાં સૌથી આકર્ષક બાબત એ છે કે ઇન્ડોનેશિયા હવે ભારતની સ્વદેશી હવાથી હવામાં પ્રહાર કરતી ઘાતક એસ્ટ્રા મિસાઇલ ખરીદશે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સરહદે પોતાની તાકાત સાબિત કરનારી આ મિસાઇલ ઉપરાંત, ઇન્ડોનેશિયા પોતાના કાફલામાં ભારતની સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનો સ્ટોક પણ વધારવા જઈ રહ્યું છે, જે ભારતીય સંરક્ષણ નિકાસ માટે સુવર્ણ ક્ષણ સમાન છે.
આ મુલાકાત માત્ર સૈન્ય તાકાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકશાહી અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતના ચૂંટણી મોડેલ અને વિશ્વસનીયતાથી પ્રભાવિત થઈને ઇન્ડોનેશિયાએ પોતાના દેશ માટે ભારતની ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત હવે ખાસ ઇન્ડોનેશિયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ચ્સ્પ્ સિસ્ટમ વિકસાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, ભવિષ્યની ટેકનોલોજી માટે અત્યંત જરૂરી એવા સ્ટીલ, નિકલ અને રેર અર્થ મેગ્નેટ ઉત્પાદન ક્ષેત્રે ભારત ઇન્ડોનેશિયામાં મોટું આર્થિક રોકાણ કરવા જઈ રહ્યું છે, જે બંને દેશોની સપ્લાય ચેઇનને મજબૂત કરશે.
જોકે, સૌથી વધુ ચર્ચા જે કરારની થઈ રહી છે તે છે સબાંગ પોર્ટનો સંયુક્ત વિકાસ. વૈશ્વિક વેપાર માટે લાઇફલાઇન ગણાતી મલક્કા સ્ટ્રેટની બિલકુલ નજીક આવેલું આ વ્યૂહાત્મક બંદર ભારતના ગ્રેટ નિકોબાર પોર્ટ -ોજેક્ટથી માત્ર ૧૦૦ માઇલ દૂર છે. આ બંદર પર ભારતની હાજરીથી હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રના પ્રવેશદ્વાર પર ભારતની પકડ મજબૂત બનશે અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે આખી ગેમ બદલાઈ જશે. સંરક્ષણ, અર્થતંત્ર અને રણનીતિના આ ત્રિવેણી સંગમ સમાન પાંચ કરારોએ વૈશ્વિક મંચ પર ભારતના કદને એક નવી જ ઊંચાઈ પર લાવીને મૂકી દીધું છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
