<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

જમ્મુ કાશ્મીરના સતાધારી પક્ષના નારાજ ધારાસભ્યોની 5 કલાક ચાલેલી બેઠક સમાપ્ત

બેઠકમાં પાર્ટી નેતૃત્વ સાથે ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા: ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીને નિશાન બનાવ્યા

 જમ્મુ અને કાશ્મીરના ધારાસભ્યો ગુરુવારે સાંજે સનત નગરમાં પંપોરના ધારાસભ્ય અને નિવૃત્ત ન્યાયાધીશ હસનૈન મસૂદીના નિવાસસ્થાને ભેગા થયા હતા. ત્યાં તેમણે શુક્રવારની બેઠકમાં પાર્ટી નેતૃત્વ સાથે ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

   સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન જમ્મુના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીને નિશાન બનાવ્યા હતા, જ્યારે કાશ્મીરના ધારાસભ્યોએ બે વર્ષ પૂર્ણ કરી ચૂકેલા મંત્રીઓને બદલવાની માંગ કરી હતી.

(12:53 AM IST)