<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

યુકેમાં યુએસ એરબેઝ નજીક ૫ શંકાસ્‍પદ લોકોની ધરપકડ

સુરક્ષા કારણોસર ૮૫ ઘરો ખાલી કરાવાયાઃ પોલીસ દ્વારા તપાસ

નવી દિલ્‍હીઃ બ્રિટનમાં યુએસ મિલિટરી એરબેઝ નજીક પાંચ વ્‍યક્‍તિઓની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે. દક્ષિણપશ્‍ચિમ ઇંગ્‍લેન્‍ડના ગ્‍લોસ્‍ટરશાયરમાં RAF ફેરફોર્ડ નજીક તેમની ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટિશ આતંકવાદ વિરોધી પોલીસના જણાવ્‍યા અનુસાર, આતંકવાદી કળત્‍યની તૈયારી કરવાની શંકાના આધારે શરૂઆતમાં પાંચેયની વિસ્‍ફોટક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ગઇકાલે ૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ રાત્રે ૧૨:૪૫ વાગ્‍યાની આસપાસ આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્‍યારે પોલીસને એરબેઝ પાસે ત્રણ શંકાસ્‍પદ વાહનો આવતા હોવાની માહિતી મળી હતી. ત્‍યારબાદ સશષા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને પાંચ વ્‍યક્‍તિઓની ધરપકડ કરી હતી. સુરક્ષાના કારણોસર, આશરે ૮૫ ઘરો ખાલી કરાવવામાં આવ્‍યા હતા, અને ત્રણ વાહનોની આસપાસ ૪૦૦ મીટરનો ઘેરાવો સ્‍થાપિત કરવામાં આવ્‍યો હતો. સેનાની બોમ્‍બ નિકાલ ટીમે વાહનોની તપાસ કરી હતી.

અત્‍યાર સુધી, બ્રિટિશ પોલીસે ધરપકડ કરાયેલી પાંચ વ્‍યક્‍તિઓની ઓળખ કે રાષ્‍ટ્રીયતા જાહેર કરી નથી. પોલીસે માત્ર એટલું જ જણાવ્‍યું છે કે આ કેસમાં ત્રણ શંકાસ્‍પદ વાહનો સંડોવાયેલા છે. ઘટનાસ્‍થળની તસવીરો અને વીડિયોમાં એક બોમ્‍બ ડિસ્‍પોઝલ રોબોટ સફેદ વાનની તપાસ કરતો જોવા મળ્‍યો હતો. બે વાનના પાછળના દરવાજા ખુલ્લા હતા અને નજીકમાં કેટલીક કાળી વસ્‍તુઓ દેખાતી હતી, પરંતુ પોલીસે એ વાતની પુષ્ટિ કરી નથી કે તે વસ્‍તુઓ શું હતી અથવા તે વ્‍યક્‍તિઓ શેની તૈયારી કરી રહી હતી

 

(2:35 PM IST)