તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
પાકિસ્તાનમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ
સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ : બલુચિસ્તાનનું બરખાન શહેર બન્યું ભૂકંપનું મુખ્ય કેન્દ્ર

ઇસ્લામાબાદ, તા.૨૭: વેનેઝુએલામાં આવેલા ભૂકંપના આંચકા હજુ શમ્યા નહોતા ત્યાં જ પાકિસ્તાનની ધરતી પણ જોરદાર રીતે હચમચી ઉઠી હતી. સવારે બરાબર ૮:૩૬ વાગ્યે (ભારતીય સમય અનુસાર) આવેલા ૫.૪ની તીવ્રતાના આ ભૂકંપે લોકોને ઊંઘમાંથી જગાડી દીધા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે ગણતરીની સેકન્ડોમાં જ લોકો ગભરાઈને પોતાના ઘરો, ઓફિસો અને બહુમાળી ઇમારતોમાંથી ખુલ્લા મેદાનો તરફ દોડી ગયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અને યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાષાીય કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું મુખ્ય કેન્દ્ર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા બરખાન શહેરથી આશરે ૬૩ કિલોમીટર દૂર નોંધાયું હતું. જમીનની અંદર તેની ઊંડાઈને લઈને અલગ-અલગ અહેવાલો સામે આવ્યા છે, જેમાં વૈજ્ઞાનિકો તેની ઊંડાઈ ૧૦ થી ૩૫ કિલોમીટર હોવાનું જણાવી રહ્યા છે.
આ આંચકાઓએ બલુચિસ્તાન અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. જોકે, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો માટે સૌથી મોટી રાહતની વાત એ રહી કે આટલી તીવ્રતા હોવા છતાં પણ હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર માળખાકીય નુકસાન (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ) ના તાત્કાલિક અહેવાલો મળ્યા નથી. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે અને કંટ્રોલ રૂમ દ્વારા દૂરના પછાત વિસ્તારો અને પહાડી ગામડાઓમાંથી પળેપળની માહિતી એકત્રિત કરી રહ્યા છે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ કાચા મકાનોને નુકસાન થયું છે કે નહીં.
બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા જેવા પ્રાંતો આ પ્લેટોની સરહદની સાવ નજીક હોવાથી અહીં જમીનની અંદર સતત ઉર્જા પેદા થાય છે, જે સમયાંતરે આવા શક્તિશાળી ભૂકંપ સ્વરૂપે બહાર આવે છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તારોમાં આવી ભૂકંપીય પ્રવળત્તિઓ ભવિષ્યમાં પણ મોટા જોખમની ચેતવણી સમાન છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
