<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દેશમાં વૃદ્ધોની હેલ્‍થ સર્વિસ પાછળ બે વર્ષમાં રૂ.૫,૬૬૮ કરોડ ખર્ચાયા

હોસ્‍પિટલમાં કુલ ૨૩.૪૬ લાખ એડમિશનમાંથી સૌથી વધુ ૪.૭૧ લાખ લોકોએ મોતિયાની સારવાર કરાવી

નવી દિલ્‍હી,તા.૩૧: ૭૦થી વધુ વર્ષના વૃદ્ધો માટેની હેલ્‍થ કવરેજ સ્‍કીમ આયુષ્‍યમાન વય વંદનામાં ૨૩.૪૬ લાખ સત્તાવાર હોસ્‍પિટલ એડમિશન છેલ્‍લા બે વર્ષ દરમિયાન નોંધાયા હતા અને રુ. ૫,૬૬૮.૮૦ કરોડનો ખર્ચ સરકારે કર્યો હતો. તેમા મોતિયાની સર્જરી સૌથી વધુ પાયા પર થતી સર્જરી તરીકે ઉભરી આવી હોવાનું વર્ષ સત્તાવાર આંકડા દર્શાવે છે.

પીએમ મોદીએ ૨૯ ઓક્‍ટોબર ૨૦૨૪ના રોજ લોન્‍ચ કરેલી યોજનામાં આયુષ્‍યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્‍ય યોજનાના લાભ ૭૦થી વધુ વયના બધા જ સીનિયર સિટિઝન માટે લંબાવવામાં આવ્‍યા હતા, પછી તેનો સામાજિક-આર્થિક દરજ્જે ભલે ગમે તે હોય.

આ સ્‍કીમ હેઠળ ૨૦ ઓક્‍ટોબર ૨૦૨૬ સુધીમાં મોતીયાના ૪.૭૧ લાખ ટ્રીટમેન્‍ટ થઈ ચૂકી છે. આમ આ સ્‍કીમ હેઠળ કુલ સત્તાવાર ટ્રીટમેન્‍ટમાં ૨૦.૧ ટકા હિસ્‍સો મોતિયાનો હતો, જ્‍યારે જ્‍યારે ક્રોનિક હેમોડિલેસિસની લગભગ ૨.૯૦ લાખ ટ્રીટમેન્‍ટ હતી, એમ આરોગ્‍ય મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્‍યું હતું.

સત્તાવાર સારવારને મૂલ્‍યના સંદર્ભમાં જોઈએ તો પરક્‍યુટેન્‍યુઅસ ટ્રાન્‍સ્‍યુમિનલ કોરોનરી એન્‍જિયોપ્‍લાસ્‍ટી (પીર્ટીસીએ) અજેનો ઉપયોગ સાંકડી થયેલી ધમની ઉકેલવા થાય છે તેણે સૌથી વધુ હિસ્‍સો મેળવતા તેની પાછળ અંદાજે રુ. ૬૪૯ કરોડ ખર્ચવામાં આવ્‍યા હતા.

(10:05 AM IST)